સમગ્ર ભાવનગર જિલ્લાની સાથે સાથે તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફૂંકાયેલા ભારે પવન અને વરસાદને લઈને ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ સામાન્ય રીતે વરસાદ નોંધાયો હતો વરસાદ પહેલા સમગ્ર તાલુકામાં વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો હતો
કારણ કે વાતાવરણમાં પલટો આવ્યા બાદ અચાનક ભારે પવન શરૂ થયો હતો જેને લઇને આજે અમારા દ્વારા તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની મુલાકાત કરવામાં આવતા ખેડૂતોએ જણાવ્યું હતું કે ભારે પવન અને વરસાદના અમી છાંટણા ના કારણે ખેતરમાં રહેલ ડુંગળી ચણા ઘઉં જીરુ શેરડી સહિતના વિવિધ પ્રકારના પાકોમાં નુકસાન થયું છે એક તરફ ડુંગળીનો ભાવ પૂરતા પ્રમાણમાં મળતો નથી જ્યારે બીજી તરફ ખેડૂતો ઉપર કુદરત રૂઠી ગયા હોય તેમ આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે પવન અને અમી છાંટણા વરસતા ખેતરમાં તૈયાર થઈ ગયેલો પાક પલળી ગયો હતો અને પવનના કારણે વિવિધ પ્રકારના પાકોમાં નુકસાન થયું હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું. ખેડૂતોની સરકાર સમક્ષ માંગણી છે કે સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી