ગઢડા શહેરમાં લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અધિવેશનમાં એક સાથે 300 ચૂલા ઉપર છ કલાકમાં 6,360 બાજરીના રોટલા બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારી દ્વારા વર્લ્ડ રેકોર્ડની જાહેરાત કરાઈ હતી.
બોટાદ જિલ્લાના ગઢડા ખાતે અખિલ ભારતીય દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવ પેઠાથી પતિ આચાર્ય મહારાજ અજેન્દ્રપ્રસાદજી તથા સર્વે સ્ત્રી ભક્તોના ગુરુ પદને શોભાવતા ગાદીવાળા માતૃના આશીર્વાદ આજ્ઞાથી તથા ડોક્ટર ઉર્વશી કુંવરબાના માર્ગદર્શનથી કાર્યક્રમ યોજાયો હતો.
બોટાદ રોડ ઉપર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં મહિલા સેવકો ઉપસ્થિત રહ્યા
બાજરીના રોટલા બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો. ગઢડા શહેરમાં અધિવેશન દરમિયાન મહિલાઓ દ્વારા સંચાલિત કાર્યક્રમમાં એક સાથે અનેક બાજરીના રોટલા બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો. આ રેકોર્ડ માટે વર્લ્ડ રેકોર્ડ સંસ્થાના પ્રતિનિધિ તરફથી હાજરી આપવામાં આવી હતી. સમગ્ર નિર્દેશન કરવામાં આવ્યું હતું.
પ્રતિનિધિ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં 300 ચૂલા ઉપર છ કલાકમાં 6,360 જેટલા રોટલા બનાવવામાં આવ્યા હતા. એક સાથે આટલા બધા રોટલા ઘડીને તૈયાર કરવું ખૂબ જ મુશ્કેલ છે. પણ સામૂહિક રીતે સરળતાથી પૂર્ણ થતા વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. લક્ષ્મીનારાયણ મહિલા મંડળના અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનની અંદર હજારોની સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં સ્ત્રી સેવક ઉપસ્થિત રહ્યા હતા. અને ભવ્ય કાર્યક્રમનું આયોજન ગઢડા ના બોટાદ રોડ ખાતે આજરોજ કરવામાં આવ્યું હતું.