ભાવનગર, તા.૯
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના નવનિયુક્ત અધ્યક્ષ અભયભાઈ ચૌહાણ આવતીકાલ તા.૧૦ને શુક્રવારના રોજ સવારે ૯-૩૦ કલાકે પદભાર સંભાળશે.
શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા ભારતીબેન શિયાળ, પૂર્વ પ્રદેશ અને પૂર્વ સાંસદ અધ્યક્ષ રાજુભાઇ રાણા, શહેર ભાજપના પુરોગામી અધ્યક્ષ ડો. રાજીવભાઈ પંડ્યા, તેમજ પૂર્વ મહામંત્રીઓ યોગેશભાઈ બદાણી, ડી. બી. ચુડાસમા, અરુણભાઈ પટેલ, સમગ્ર શહેર સંગઠન, પક્ષના વરિષ્ઠ આગેવાનો, વોર્ડ સંગઠન, મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ, સદસ્યો, વિવિધ સેલ મોરચાના આગેવાનો, કાર્યકરો તેમજ શિક્ષણ સમિતિના હોદેદારો, શહેર ભાજપના સૌ કાર્યકર્તા, મિત્રો તથા શુભેચ્છકોની ઉપસ્થતિમાં અભયભાઇ ચૌહાણ શહેર અધ્યક્ષ તરીકેની જવાબદારીનો પદભાર સંભાળશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા એવા અભયભાઇની હાજરી નાના-મોટા દરેક કાર્યકરોના સારા-નરસા પ્રસંગોમાં અચૂક હોય જ. આમ લોકોને સાથે રાખીને ચાલનારા, શહેર, મંડલ અને પ્રદેશમાં સંગઠનની વિવિધ જવાબદારી નિભાવી ચૂકેલા સંગઠનના અનુભવી તેમજ પાયાના કાર્યકર છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે પુરોગામી અધ્યક્ષ ડો. રાજીવભાઈ પંડ્યા અને અભયભાઇએ સાથે મળીને સંગઠન માટે ઘણી સેવા કરી છે, ત્યારે ડો. રાજીવભાઈએ અભયભાઈની વરણી થતાં જ તેમણે સહર્ષ અભિનંદન આપતા જણાવેલ કે યોગ્ય હાથમાં સુકાન સોંપતા હું હર્ષની લાગણી અનુભવું છું.