ભાવનગર, તા.૯
૬ વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા ૪૪મી સામાન્યજ્ઞાન-બુદ્ધિકસોટીમાં ભાગ લેનાર પરીક્ષાર્થીઓનો સન્માન સમારોહ તાજેતરમાં યોજાઇ ગયો. ટ્રસ્ટના પ્રમુખ ડો.પ્રિયેશભાઇ પારેખની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ સન્માન સમારોહમાં વિકાસ વર્તુળ ટ્રસ્ટના માનદમંત્રી પરેશભાઈ ત્રિવેદી (ઝડપી ગણિત)એ ટ્રસ્ટની પ્રવૃત્તિ તેમજ પરીક્ષાના ફાયદા વિષે માહિતી આપી હતી તથા મંચસ્થ મહાનુભાવોના હસ્તે રાજ્ય કક્ષાએ ધોરણ પ્રમાણે ૧ થી ૧૦૦માં સ્થાન પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી હતી. તથા જે વિદ્યાર્થીઓએ વિકાસ વર્તુળ ટ્રસ્ટના કેન્દ્ર ઉપરથી કસોટી આપેલ હતી અને તેમાં ૧ થી ૩માં સ્થાન મેળવેલ હતું તે વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાજરી આપી હતી.