વુમન્સ-ડે અનુસંધાને કુંવરીબા બ્રીજેશ્વરીકુમારીના અધ્યક્ષસ્થાને ‘ડીઝીટઓલ’ શિર્ષક તળે મહિલાઓ માટેના એક અનોખા કાર્યક્રમ સ્મોલ વન્ડર દ્વારા ભાવનગર ઈનર વ્હીલના સહયોગથી યોજાઈ ગયો.
હર્ષા રામૈયાના સંચાલનમાં સ્મોલ વન્ડર માત્ર પ્લે હાઉસ અને પ્રિ નર્સરી ન રહેતા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓનું પણ કેન્દ્ર બન્યું છે. આ સંસ્થા દ્વારા શનિવારે મેઘાણી મીની ઓડિટોરિયમ ખાતે મહિલા દિનની ઉજવણી થઈ. મહિલાઓ માટે નાણાંકીય સાક્ષરતા અંગે પાવર ટોક, વુમન ઓફ સબસ્ટેન્સ, ગેમ્સ, ઇનામ વિતરણ સહિતના કાર્યક્રમ ઈનર વ્હીલ ( જિ. ૩૦૬) તથા સ્પર્શ ફાઉન્ડેશન અને પેરેન્ટ સ્ટેશનના સહયોગથી યોજાયા.
મહેમાનોને મુખ્ય આયોજક સંસ્થા વતી હર્ષા રામૈયાએ આવકાર્યા હતા. શ્રીમતી અવિકા અગ્રવાલ દ્વારા વુમન ફાઈનાન્સ લિટરસી વિશે વિગતે માહિતી સાથેની પાવર ટોક રસપ્રદ રહી હતી તો ઈનર વ્હીલ કલબ દ્વારા તમામને ફાઈનાન્સ મેનેજમેન્ટ ફાઈલ આપવામાં આવી હતી. આ પ્રસંગે ડૉ. નિધી વસાણી- ઐયર, વન્ડરવુમન ગ્રુપના શિલ્પા દુલેરા, એકતા શાહ, નિરાલી વસાણી – મકવાણા, ટિ્વં