અમરેલી જિલ્લામાં પાંચ દિવસથી કમોસમી વરસાદ થઇ રહ્યો છે. ખેડૂતોને ભારે નુકસાન થયું છે. પરંતુ આજે યાર્ડમાં ચણા અને ઘઉંનાં સારા ભાવ મળતા ખેડૂતોને રાહત થઇ છે. જોકે નુકસાનીની ભરપાઇ થઇ શકે તેમ નથી.અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં ચણાનું વાવેતર થયું છે.
સાવરકુંડલા યાર્ડમાં નવી સિઝનનાં ચણા આવક શરૂ થઈ છે. યાર્ડમાં 17500 મણ ચણાની આવક થઈ છે અને એક મણનાં આજે 1250 ભાવ ઉપજ્યા હતા. યાર્ડમાં સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છે.સાવરકુંડલા યાર્ડમાં ચણાની આવક થઈ છે અને આવકનાં પ્રારંભે સારા ભાવ મળી રહ્યાં છે. આજે ચણાના ભાવમાં વધારો નોંધાયો છે. આજે 1250 રૂપિયા સુધી ચણાનો ભાવ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
સાવરકુંડલા યાર્ડમાં 17500 મણ ચણાની આવક થઇ
અમરેલી જિલ્લામાં શિયાળું પાક તરીકે ખેડૂતોએ ચણાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. હાલ ચણાનો ભાવ સારો મળી રહ્યો છે. ટેકાના ભાવે પણ ખરીદી શરૂ થવાની છે. આજે માર્કેટિંગ યાર્ડમાં ભાવમાં વધારો થતા મોટી માત્રામાં આવક થઈ છે.
ઘઉંનાં મણનાં 602 રૂપિયા ભાવ રહ્યો હતો
યાર્ડમાં ઘઉંના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. ઘઉંનાં મણનાં 602 રૂપિયા ભાવ રહ્યો હતો. હાલો યાર્ડમાં ઘઉંનો સુધરતો ભાવ જોવા મળ્યો છે. યાર્ડમાં ઘઉંની 1125 મણની આવક થઈ હતી.
340 મણ મગફળીની આવક થઈ હતી. આજે મગફળી મોટીનો ભાવ 1445 રૂપિયા રહ્યો હતો. મગફળીના ભાવમાં આજે વધારો થયો હતો. સાવરકુંડલા યાર્ડમાં નવા ધાણાની આવક 1950 મણ થઈ હતી. ધાણાના; મણાનાં 1200 થી 1651 રૂપિયા સુધીનાં ભાવ રહ્યાં હતાં.