ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચોની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સની માતાનું નિધન થયું છે. કમિન્સ હાલમાં તેના ઘરે છે. તેના સ્થાને સ્ટીવ સ્મિથ શ્રેણીમાં કેપ્ટનપદ સંભાળી રહ્યો છે.
પેટ કમિન્સની માતા મારિયાએ શુક્રવારે સિડનીમાં અંતિમ શ્વાસ લીધા હતા. તે ગંભીર બીમારી સામે લડી રહી હતી. આ જ કારણ છે કે કમિન્સ ટેસ્ટ શ્રેણીની છેલ્લી બે મેચ છોડીને સ્વદેશ પરત ફર્યો હતો.
BCCIએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે
હાલ અમદાવાદમાં ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની ચોથી એટલે કે છેલ્લી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી છે. ટીમે કમિન્સની માતાને શ્રદ્ધાંજલિ આપવા માટે આ કર્યું છે.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે પણ ટ્વીટ કરીને કમિન્સની માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મારિયાને શ્રદ્ધાંજલિ આપવા માટે ઓસ્ટ્રેલિયન ટીમ ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસે કાળી પટ્ટી પહેરશે. આ સિવાય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પણ મારિયા કમિન્સના નિધન પર શોક વ્યક્ત કરતું ટ્વીટ કર્યું છે.
કમિન્સની માતા મારિયા કેન્સર સામે ઝઝૂમી રહી હતી
કમિન્સે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તેની માતાને 2005માં સ્તન કેન્સર થયું હતું. તે તાજેતરના અઠવાડિયામાં ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી હતી. કમિન્સે કહ્યું હતું કે તે શ્રેણીની મધ્યમાં ઘરે પરત ફરી રહ્યો છે. મને લાગે છે કે આ સમયે મારે મારા પરિવાર સાથે રહેવું જોઈએ. મને મારી ટીમ અને ક્રિકેટ બોર્ડ તરફથી સંપૂર્ણ સમર્થન મળ્યું છે.
WPL 2023 Points Table: ત્રણ જીત સાથે ટોપ પર છે મુંબઇ ઇન્ડિયન્સ, સૌથી નીચે છે આરસીબી
મુંબઈ ઈન્ડિયન્સે મહિલા પ્રીમિયર લીગમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. ટીમે સતત ત્રણેય મેચ જીતી છે. આ જીત સાથે મુંબઈની ટીમ પોઈન્ટ ટેબલમાં 6 પોઈન્ટ સાથે નંબર વન પર છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર ત્રણ પરાજય અને નકારાત્મક રન રેટ સાથે છેલ્લા સ્થાને છે. ટુર્નામેન્ટમાં ત્રણ મેચ રમ્યા બાદ પણ આરસીબી જીતનું ખાતું ખોલાવી શકી નથી. આ સાથે ટીમનો રન રેટ પણ નેગેટિવ છે.
બાકીની ટીમો વિશે
દિલ્હી કેપિટલ્સ 3 માંથી 2 જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે છે. ટીમે તેની શરૂઆતની બંને મેચ જીતી હતી અને મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી ત્રીજી મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમના 4 પોઈન્ટ છે.