બોલીવુડના એકટર અને નિર્માતા-નિર્દેશક સતીષ કૌશિકના દિલ્હીમાં નિધનને લઈને અનેક ચોંકાવનારી ખબરો બહાર આવી રહી છે, તેમનું મૃત્યુ સામાન્ય નહીં, પણ શંકાસ્પદ હાલતમાં થયું હોવાની ચર્ચા છે. પસંદગીના લોકો માટે જે ફાર્મહાઉસમાં પાર્ટી યોજાઈ હતી ત્યાં વાંધાજનક દવાઓ મળી આવી છે અને ફાર્મહાઉસનો માલિક ગુટખા કંપનીનો માલિક છે અને તે દુષ્કર્મના કેસમાં ફરાર હોવાનું બહાર આવ્યુ છે. પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ હોળીની પાર્ટીના બહાને એક મોટા બિલ્ડર અને કુબેર ગુટખા કંપનીના માલિક વિકાસ માલુએ સતીષ કૌશિકને દિલ્હી બોલાવ્યો હતો. રજોકરીના વેસ્ટ એન્ડ કોલોનીમાં એક આલિશાન ફાર્મ હાઉસમાં ગુપ્ત રીતે પાર્ટી રાખવામાં આવી હતી. ત્યાંથી કેટલીક વાંધાજનક દવા પણ મળી આવી હતી. આ કેવા પ્રકારની પાર્ટી હતી અને તેમાં કેવા કેવા લોકો સામેલ થયા હતા તેની તપાસ થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, હોળી પર મોડી રાતે આયોજીત પાર્ટી બાદ અચાનક સતીષ કૌશિકને છાતીમાં દુ:ખાવો શરૂ થયો હતો અને ત્યારે તેમને ફાર્મ હાઉસથી ગુરુગ્રામ લઈ જતી વખતે રસ્તામાં જ તેમનું મોત થઈ ગયું હતું. પોલીસ સૂત્રના જણાવ્યા મુજબ ફાર્મ હાઉસનો માલિક કુબેર ગુટખા કંપનીનો માલિક વિકાસ માલુમ બતાવવામાં આવી રહ્યો છે અને માલુ દુષ્કર્મના કેસમાં ફરાર છે. ધરપકડથી બચવા તે મોટે ભાગે દુબઈમાં જ રહે છે. સૂત્રો મુજબ માલુ મારી માટે દુબઈથી દિલ્હી આવ્યો હતો. આ પાર્ટીમાં એક બિલ્ડર પણ હતા જેનો વસંત કુંજ, દ્વારકા અને જનકપુરી વિસ્તારમાં પ્રોપર્ટીનો કારોબાર છે.