ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર આવેલી શ્રીલંકાની ટીમ હાલમાં બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ રમી રહી છે. પ્રથમ ટેસ્ટના પ્રથમ દાવમાં શ્રીલંકાની ટીમે 355 રન બનાવ્યા હતા. શ્રીલંકાની પ્રથમ ઇનિંગના જવાબમાં ન્યૂઝીલેન્ડની અડધી ટીમ 151 રનમાં પેવેલિયન પરત ફરી હતી. જો કે, આ પછી ડેરીલ મિશેલ ન્યુઝીલેન્ડ માટે સંકટમોચક બન્યો હતો. તેણે પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે શાનદાર બેટિંગ કરી હતી અને 193 બોલમાં 6 ફોર અને 2 સિક્સરની મદદથી 102 રન બનાવ્યા હતા. તેણે મેટ હેનરી (72) સાથે મળીને ટીમની વાપસી કરાવી હતી અને કિવી ટીમને શ્રીલંકા પર 18 રનની લીડ અપાવી હતી.
ડેરીલ મિશેલે શાનદાર સદી ફટકારી હતી
શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડના સ્ટાર બેટ્સમેન ડેરીલ મિશેલે ફરી એકવાર પોતાની ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલમાં રમાયેલી આ ટેસ્ટ મેચમાં મિશેલે કારકિર્દીની પાંચમી સદી ફટકારી હતી. તેણે 193 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 102 રન બનાવ્યા હતા. શ્રીલંકાના 355 રનના જવાબમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 373 રન બનાવ્યા હતા.
મિશેલની ટેસ્ટ કારકિર્દી શાનદાર રહી છે
ન્યુઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર ડેરીલ મિશેલની ટેસ્ટ કારકિર્દી શાનદાર રહી છે. તેણે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 17 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 58ની શાનદાર એવરેજથી 1218 રન બનાવ્યા છે. તેની ટેસ્ટ કારકિર્દીમાં તેણે અત્યાર સુધીમાં 5 સદી અને 7 અડધી સદી ફટકારી છે. તે ન્યૂઝીલેન્ડ ટીમનો ખૂબ જ ભરોસાપાત્ર ખેલાડી છે. તેને કિવી ટીમનો પ્લેયર ઓફ ધ બિગ મેચ પણ માનવામાં આવે છે.
વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ સાઉથ આફ્રિકા મજબૂત સ્થિતિમાં, મેચના ત્રીજા દિવસે મેળવી 356 રનની લીડ
વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે અને આજકાલ આ બંને ટીમો વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે. આ ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંતે દક્ષિણ આફ્રિકાની ટીમે 356 રનની જંગી લીડ મેળવી લીધી છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
આ મેચની પ્રથમ ઈનિંગમાં દક્ષિણ આફ્રિકાએ 320 રન બનાવ્યા હતા જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ માત્ર 251 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યાર બાદ દક્ષિણ આફ્રિકાએ તેનો બીજો દાવ શરૂ કર્યો અને ત્રીજા દિવસના અંતે 93 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 287 રન બનાવ્યા. આ રીતે દક્ષિણ આફ્રિકાને અત્યાર સુધી 356 રનની લીડ મળી છે અને તેની પાસે હજુ 3 વિકેટ અને 2 દિવસ બાકી છે.





