પાકિસ્તાન સુપર લીગ (PSL 2023)માં 27 વર્ષીય યુવા બેટ્સમેન ઉસ્માન ખાને ઈતિહાસ રચ્યો છે. મુલતાન સુલતાન તરફથી રમતા ઉસ્માને માત્ર 36 બોલમાં સદી ફટકારી હતી. પીએસએલના ઈતિહાસમાં અત્યાર સુધીની આ સૌથી ઝડપી સદી છે. તેણે ક્વેટા ગ્લેડીયેટર સામેની મેચ દરમિયાન આ શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન ઉસ્માને 279ના સ્ટ્રાઈક રેટથી સ્કોર કર્યો હતો. આ દરમિયાન તેણે 9 સિક્સર અને 12 ફોર ફટકારી હતી. તેની ઇનિંગમાં તેણે 43 બોલમાં 120 રન બનાવ્યા હતા. ગ્લેડીયેટરના કેપ્ટન મોહમ્મદ નવાઝે તેને આઉટ કર્યો હતો.
પાકિસ્તાન ક્રિકેટના ઈતિહાસમાં આ બીજી સૌથી ઝડપી ટી20 સદી છે. આ પહેલા ટી20માં પણ પાકિસ્તાનમાં 35 બોલમાં સદી ફટકારવામાં આવી છે. વર્ષ 2020માં ખુશદિલ શાહે પાકિસ્તાનની ડોમેસ્ટિક ક્રિકેટમાં આ કારનામું કર્યું હતું. બીજી તરફ પીએસએલમાં સૌથી ઝડપી સદીના રેકોર્ડ પર નજર કરીએ તો તે દક્ષિણ આફ્રિકાના રિલે રોસોના નામે હતો. રોસોએ 41 બોલમાં સદી ફટકારી હતી. તેણે આ મેચમાં પોતાના જ 43 બોલમાં PSL સદીનો રેકોર્ડ તોડ્યો હતો. વર્ષ 2020માં રુસોએ 43 બોલમાં સદી ફટકારી હતી.
ભૂતકાળમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં તેના શાનદાર પ્રદર્શન બાદ પણ ઉસ્માન ખાનનું નામ ચર્ચામાં હતું. ઉસ્માને એક નિવેદનમાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં તકો ન મળવાને કારણે તે UAE શિફ્ટ થઈ ગયો હતો. મને પાકિસ્તાનમાં ખાવાનું પણ મળતું નહોતું. જેના કારણે હું મારા પરિવાર સાથે UAE શિફ્ટ થયો છું. મને ક્લબ ક્રિકેટ રમવાના જે પૈસા મળતા હતા તેનાથી ઘરનો ખર્ચો પુરો થઈ શકતો ન હતો. મેં મારી જાતને કહ્યું કે હું UAE જઈશ અને ક્રિકેટ રમીશ અને થોડું કામ કરીશ.
LLC 2023: અંતિમ ઓવરમાં બ્રેટ લીનો કમાલ, વર્લ્ડ જાયન્ટ્સે ઇન્ડિયા મહારાજાને હરાવ્યું
કતારના દોહામાં રમાઈ રહેલી 2023 લિજેન્ડ્સ લીગની બીજી મેચમાં વર્લ્ડ જાયન્ટ્સે ઈન્ડિયા મહારાજાને બે રનથી હરાવ્યું હતું. આ મેચમાં એરોન ફિન્ચની આગેવાની હેઠળની વર્લ્ડ જાયન્ટ્સે પ્રથમ રમત બાદ 20 ઓવરમાં 8 વિકેટે 166 રન બનાવ્યા હતા. 19 ઓવર સુધી એવું લાગતું હતું કે ઇન્ડિયા મહારાજાની ટીમ આ મેચ સરળતાથી જીતી જશે પરંતુ બ્રેટ લીએ છેલ્લી ઓવરમાં 8 રન બચાવીને પોતાની ટીમને હારી ગયેલી મેચમાં જીત અપાવી હતી.
કેપ્ટન ગૌતમ ગંભીરે ઇન્ડિયા મહારાજા માટે સતત બીજી અડધી સદી ફટકારી હતી, પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહોતો. ગંભીરે માત્ર 42 બોલમાં 68 રનની ખૂબ જ ઉપયોગી ઇનિંગ રમી હતી, પરંતુ અન્ય બેટ્સમેનોએ તેને સાથ આપ્યો ન હતો.