મિરલ ફાઉન્ડેશન દ્વારા એસ્ટ્રો વર્લ્ડ (કુમાર જોશી)ના સહયોગથી ભાવનગરમાં પ્રથમવાર વિનામૂલ્યે જ્યોતિષ -વાસ્તુ માર્ગદર્શન- પરામર્શ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જ્યોતિષ તથા આધ્યત્મ શાસ્ત્ર તથા કળાના માધ્યમથી આપણને મૂંઝવતી સમસ્યા જેવી કે ધંધાકીય બાબતમાં અટકાયત, નોકરીના મળવી, કારકિર્દી પ્રત્યેની ચિંતા આવી અનેક સમસ્યાનું સમાધાન મળતું હોય છે.
આ અંગે કોઈ પણ અંધશ્રદ્ધા વહેમથી દુર રાખી શાસ્ત્ર મુજબ વિનામૂલ્યે વ્યક્તિગત માર્ગદર્શન શિબિર ભાવનગરમાં પ્રથમવાર યોજાઇ જેમાં એક જ જગ્યા ટેરો કાર્ડ રીડર, જ્યોતિષ, વાસ્તુ તજજ્ઞ, લામફેરા માસ્ટર, મોક્ષપટ રીડર, રુન્સ રીડર, રેકી ગ્રાન્ડ માસ્ટર, ઓટોમેટીક રાઈડર નિષ્ણાંતોએ સેવા આપી હતી.
મિરલ ફાઉન્ડેશનના મિતા જાનીએ જણાવ્યું હતું કે, આ શિબિરમાં સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર શહેરના નામાકિંત અને અનુભવી નિષ્ણાંતોએ પણ સેવા આપી હતી. ૧૦૦ વધુ જીજ્ઞાસુઓએ આ માર્ગદર્શન શિબિરનો લાભ લીધો હતો.
આ શિબિરના મુખ્ય સહયોગી જાણીતા એસ્ટ્રોલોજર કુમાર જોશી (એસ્ટ્રો વર્લ્ડ) એ સહુનો આભાર માન્યો હતો.