પીઢ અભિનેતા અને ફિલ્મ નિર્માતા સતીશ કૌશિકે 9 માર્ચે દુનિયાને અલવિદા કહ્યું હતું. અત્યાર સુધી આ કેસમાં પોલીસને કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી તેમ છતાં આ મામલો પોલીસ તપાસ હેઠળ છે. જો કે તેની કારણ છે સતીશ કૌશિકના મિત્ર વિકાસ માલુની બીજી પત્ની સાનવીએ નોંધાવેલી ફરિયાદ છે.
સાનવીએ આરોપ લગાવ્યો છે કે સતીશની હત્યા કરવામાં આવી છે અને આ હત્યા તેના પતિ વિકાસ માલુએ કરી છે. પોતાના એક નિવેદનમાં સાનવીએ આ સમગ્ર મામલે ખુલીને વાત કરી હતી અને આ વાતચીતમાં તેના દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે વિકાસ માલુએ તેની સાથે બળાત્કાર કર્યો છે. આટલું જ નહીં વિકાસના દીકરાએ પણ તેને પોતાની હવસનો શિકાર બનાવી છે.
ઉદ્યોગપતિ વિકાસ માલુની પત્ની સાનવીએ તેના પતિ વિકાસ માલુ પર સતીશ કૌશિકની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. અને સાનવીએ દાવો કર્યો હતો કે વિકાસ માલુએ 15 કરોડ રૂપિયાના કૌભાંડમાં સતીશ કૌશિકની હત્યા કરી હતી. જો કે હવે વિકાસ માલુએ આ અંગે મૌન તોડ્યું છે. ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં વિકાસ માલુએ લખ્યું કે છેલ્લા 30 વર્ષથી સતીશ જી અને મારા સારા સંબંધો છે. લોકોએ મારા નામ પર કીચડ ઉછાળ્યું છે. હું મારા પર લાગેલા આરોપો પર મારું મૌન તોડું છું. દુર્ઘટના ક્યારેય કહીને નથી આવતી કોઈ તેને નિયંત્રિત કરી શકતું નથી. હું વિનંતી કરવા માંગુ છું કે દરેકની લાગણીઓનું સન્માન કરો.