ભારતે ફરી ઓસ્કારમાં ડંકો વગાડ્યો છે. ભારતીય ફિલ્મ RRRના ગીત ‘Naatu Naatu’ એ શ્રેષ્ઠ ગીતનો ઓસ્કાર એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે.
RRRના ગીત Naatu Naatuએ શ્રેષ્ઠ ગીતનો ઓસ્કાર એવોર્ડ જીત્યો
ગીતનું નામ સાંભળતા જ આખું ડોલ્બી થિયેટર આનંદથી ઉમટી પડ્યું
95માં ઑસ્કર ઍવોર્ડની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. એવામાં ભારતે ફરી ઓસ્કારમાં ડંકો વગાડ્યો છે. ભારતીય ફિલ્મ RRRના ગીત નાટુ નાટુએ બેસ્ટ ઓરીજનલ સોંગ માટે ઓસ્કાર એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ ગીતનું નામ સાંભળતા જ આખું ડોલ્બી થિયેટર આનંદથી ઉમટી પડ્યું છે.
ઍવોર્ડ ફંક્શનમાં સિંગર કાલ ભૈરવ અને રાહુલે મંચ પર જ લાઈવ પરફોર્મન્સ આપ્યું અને દુનિયાભરમાં મોટા મોટા સિતારાઓ આ ગીત આફરીન થઈ ગયા. પરફોર્મન્સ જોવા માટે ઉપસ્થિત ઘણા બધા સિતારાઓ ખુદ પણ થીરકવા લાગ્યા હતા અને તે બાદ સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપ્યું. 95માં ઑસ્કર ઍવોર્ડની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. લોસ એન્જલિસમાં ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને એક બાદ એક અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. દુનિયાભરથી ટીવી અને ફિલ્મોની દુનિયાના સિતારાઓ પહોંચી ગયા છે, ભારત તરફથી દિપીકા પાદુકોણ પણ સામેલ થવા માટે પહોંચી છે.
બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ ધ એલિફન્ટ વ્હીસ્પર્સ
ઓસ્કર ઍવોર્ડમાં ભારતનું ખાતું ખૂલી ગયું છે, પ્રોડ્યુસર ગુણિત મોંગાની શોર્ટ ફિલ્મ ધ એલિફન્ટ વ્હીસ્પર્સને બેસ્ટ ડોક્યુમેન્ટરીનો ઍવોર્ડ મળ્યો છે. જોકે મહત્વનું છે કે ભારતની ડોક્યુમેન્ટરી ઓલ ધેટ બ્રિધ્સ રેસમાં હતી પરંતુ ઍવોર્ડ જીતી શકી નથી, જેનાથી આશા લગાવીને બેઠેલા ફેન્સને મોટો ઝટકો લાગ્યો હતો.
રાહુલ સિપલીગંજ-કાલા ભૈરવ અને અભિનેત્રી-ડાન્સર લોરેન ગોટલીબના ‘નાટૂ-નાટૂ’ પરફોર્મન્સને સ્ટેન્ડિંગ ઓવેશન
નાટૂ-નાટૂના ગીત ગાયક રાહુલ સિપલીગંજ અને કાલા ભૈરવ દ્વારા પ્રથમ વખત ઈન્ટરનેશનલ સ્ટેજ પર રજૂ કરવામાં આવ્યું હતું. ભારતીય પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ રાહુલ અને કાલા બંનેએ સ્ટેજ પર લોરેન ગોટલીબ સાથે ગીત ‘નાટૂ-નાટૂ’ પર શાનદાર પરફોર્મન્સ આપતા ઓડિયન્સ તરફથી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું.
આ પર્ફોર્મન્સને એવોર્ડ શોમાં હાજર દરેક વ્યક્તિ તરફથી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું અને ઘણા લોકો આ ગીતને સ્તબ્ધતાથી રજૂ કરતા જોઈ રહ્યા હતા. આ ગીતને સ્ટેજ પર 2.5 મિનિટ સુધી લાઈવ પરફોર્મ કરવામાં આવ્યું હતું. આ ગીતના કમ્પોઝર એમએમ કીરવાનીએ ઓસ્કાર ઓર્કેસ્ટ્રાનું સંચાલન કર્યું હતું. આ ગીતની લિરિક્સ ચંદ્રબોઝ દ્વારા લખવામાં આવી છે. જ્યારે પ્રેમ રક્ષિતે કોરિયોગ્રાફ કર્યો છે.