Google Android 14 Developers Preview: ગૂગલે એન્ડ્રોઇડ 14 નું નવું ડેવલપર પ્રિવ્યુ રિલીઝ કર્યું છે. આ કંપનીનો બીજો ડેવલપર પ્રિવ્યુ છે, જેમાં ઘણા નવા ફીચર્સ જોવા મળી રહ્યા છે. નવું અપડેટ સુધારેલ સિક્રસી, સિક્યોરિટી અને પર્ફોમન્સ સાથે આવે છે. એટલે કે, Android 14 માં તમને વધુ સારી સિક્રસી સાથે મજબૂત સિક્યોરિટી અને પાવરફૂલ પર્ફોમન્સ મળશે.
આ અપડેટમાં, કંપનીએ ટેબલેટ અને ફોલ્ડ કરી શકાય તેવા ડિવાઇસના એક્સપિરિયન્સને સુધારવાનો પ્રયાસ કર્યો છે. માર્ચમાં આવેલા ડેવલપર્સ પ્રિવ્યૂ પછી, કંપની એપ્રિલમાં પહેલો બીટા રિલીઝ કરી શકે છે, જે આગામી ત્રણ મહિના સુધી ચાલશે. આ બધા પછી કંપની સ્ટેબલ વર્ઝન રિલીઝ કરશે.
કયા ખાસ ફિચર્સ મળશે?
એન્ડ્રોઇડ 14ના ડેવલપર્સ પ્રિવ્યૂ 2માં પ્રાઈવસીના સંદર્ભમાં એક ખાસ ફીચર ઉમેરવામાં આવ્યું છે. આમાં, યુઝર્સ પસંદ કરેલા ફોટા અથવા વિડિયોને એપ્લિકેશનને ઍક્સેસ આપી શકે છે. અત્યાર સુધી કોઈ એપને ફોટા અને વીડિયોની એક્સેસ આપવાથી તમામ ફોટો અને વીડિયોની એક્સેસ મળે છે, પરંતુ આગામી એન્ડ્રોઈડ વર્ઝનમાં આવું નહીં થાય.
ડેવલપર પ્રીવ્યૂમાં યુઝર્સને પસંદ કરેલા ફોટો-વિડિયોઝ, બધા ફોટો-વિડિયોઝ અને નો-ઍક્સેસનો વિકલ્પ મળે છે. આ સિવાય ક્રેડેન્શિયલ મેનેજરમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે, જેની મદદથી યુઝર્સ પાસ-કી દ્વારા સાઈન-ઈન કરી શકશે. ઉપરાંત, યુઝર્સને વધુ સારી UI જોવા મળશે.
નવા ડેવલપર્સ પ્રીવ્યુમાં એક સુધારેલ એન્ડ્રોઇડ મેમરી મેનેજમેન્ટ સિસ્ટમ ઉમેરવામાં આવી છે, જે એપને બેકગ્રાઉન્ડમાં સરળતાથી કામ કરવામાં મદદ કરશે. આ સિવાય પ્રદેશ આધારિત પસંદગીઓ પણ જોવામાં આવશે. એટલે કે, જો તમે ભારતમાં રહો છો, તો અહીં તાપમાન સેલ્સિયસમાં જોવા મળશે, જ્યારે યુરોપના લોકો ફેરનહીટમાં તાપમાન જોશે.
શું હોય છે ડેવલપર્સ પ્રિવ્યૂ?
હકીકતમાં Google કોઈપણ એન્ડ્રોઇડ વર્ઝનના અંતિમ વર્ઝનને બહાર પાડતા પહેલા ડેવલપર્સ પ્રીવ્યુ અને બીટા વર્ઝન લોન્ચ કરે છે. આ અપડેટ્સ સામાન્ય યુઝર્સ માટે નથી પરંતુ ડેવલપર્સ અને ટેસ્ટિંગ માટે છે, જેઓ નવા એન્ડ્રોઇડ વર્ઝનની વિશેષતાઓને ટેસ્ટ કરી શકે છે. તેનો ઉપયોગ ફક્ત એપ ડેવલપર્સ દ્વારા જ કરવો જોઈએ, જેથી તેઓ તેમની એપ્સને નવા અપડેટ સાથે અપડેટ રાખી શકે.