કોવિડ-19 મહામારીના સમયથી જ સીનિયર સિટીઝનના ટ્રેન ભાડામાં છૂટને બંધ કરી દેવામાં આવી છે અને હજુ સુધી તેની શરૂઆત નથી કરવામાં આવી. એવામાં સંસદીય સ્થાઈ સમિતિના વરિષ્ઠ નાગરીકોને ભાડામાં છૂટ માટે ભલામણ કરી છે. પહેલા ભારતીય રેલવે સીનિયર સિટીઝનને પુરૂષ કેટેગરીમાં 40 ટકાની છૂટ 60 ટકાની ઉંમર અથવા તેનાથી વધારે ઉંમરના લોકોને આપતા હતા. ત્યાં જ બીજી તરફ 58 વર્ષની મહિલાઓના ભાડામાં 50 ટકાની છૂટ આપવામાં આવે છે.
આ લાભ મેલ, એક્સપ્રેસ, રાજધાની, શતાબ્દી, દુરંતો ગ્રુપની ટ્રેનોથી દરેક વર્ષના ભાડામાં આપવામાં આવતી હતી. પરંતુ 20 માર્ચ 2020એ તેને બંધ કરી દેવામાં આવી છે. ભાજપ સાંસદ રાધા મોહન સિંહની અધ્યક્ષતા વાળી રેલવેની સ્થાયી સમિતિએ આ રિપોક્ટ મુક્યો છે અને સરકાર પાસે તેને પાસ કરવાની ભલામણ કરી છે.
રિપોર્ટ સંસદના બન્ને સદનોમાં રજૂ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે સરકારની તરફથી આપવામાં આવતી જાણકારી અનુસાર હવે કોવિડ સમય સમાપ્ત થઈ ચુક્યો છે અને રેલવેને ભાડામાં છૂટથી બચત કરવામાં લાભ પણ થયો છે. રેલવેએ રેવેન્યૂમાં પણ વધારો કર્યો છે. એવામાં આ છૂટ આપવી જોઈએ. સમિતિએ રિપોર્ટમાં કહ્યું છે કે સીનિયર સિટીઝનને ભાડામાં છૂટને લઈને વિચાર કરવામાં આવી શકે છે. ખાસ કરીને A3 અને સ્લીપર ક્લાસના લોકોને લાભ આપવામાં આવી શકે છે. જેથી જરૂરીયાતમંદ લોકોને મદદ મળી શકે. સમિતિએ કહ્યું છે કે આ કારણે રેલવે અને સરકાર પાસે તેને ફરી શરૂ કરવા માટે ભલામણ કરવામાં આવી રહી છે.
હાલ કન્સેશન આપવાની કોઈ યોજના નહીં
રેલમંત્રી અશ્વિની વૈષ્ણવની તરફથી આ વખતે નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે રેલવેનું કન્સેશન ફરીથી શરૂ કરવાની તેમની કોઈ તત્કાલ યોજના નથી. તેમણે કહ્યું કે પહેલા આ દરેક યાત્રીઓને 50-55 ટકાનું કન્શેસન આપવામાં આવી રહ્યું છે.