Friday, August 29, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાવનગર, સુરત, બારડોલી અને વડોદરામાં કમોસમી વરસાદ

24 કલાકમાં ગુજરાતમાં કડાકા-ભડાકા સાથે માવઠાની આગાહી: 30થી 40 કિમીની ઝડપે પવન ફુંકાઇ શકે

aaspassdaily by aaspassdaily
2023-03-14 10:16:06
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સક્રિય થયેલાં સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે અન્નદાતાઓ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ગતિના તોફાની પવનો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે. ગતરોજ સુરત, બારડોલી, વડોદરા અને ભાવનગરમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.
કમોસમી વરસાદની આગાહીનાં પગલે સૌરાષ્ટ્ર સહિત રાજ્યની મોટા ભાગની એપીએમસી દ્વારા હરાજી બંધ રાખવામાં આવી હતી. જેથી ખેડૂતોનો પાક વરસાદમાં ભીનો ન થાય. ત્યારે એકાએક ભાવનગરના તળાજાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ વરસવાનો શરૂ થતા જગતનો તાત ચિંતિત થવા પામ્યો હતો. ભાવનગર તેમજ તળાજા સહિત ગ્રામ્ય વિસ્તાર અલંગ, મણાર, સથરા, કઠવા, ત્રાપજમાં વરસાદ વરસવા પામ્યો હતો. કમોસમી વરસાદ વરસતા કેરીના પાકને નુકસાન થવાની ભીંતિ ખેડૂતો સેવી રહ્યા છે.
ગઈકાલે સુરત ઉપરાંત બારડોલીના પલસાણા, કડોદરા, કામરેજ અને નિઝર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠું થયું હતું. આ ઉપરાંત ગઈકાલે મોડી રાત્રે વડોદરના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. વડોદરા શહેર અને જિલ્લામાં મોડી રાત્રે કમોસમી વરસાદ ખાબક્યો હતો. શહેરના સયાજીગંજ, રાવપુરા સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ઉનાળાની શરૂઆતમાં વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યમાં તારીખ 14 અને 15 માર્ચે કમોસમી વરસાદ વરસી શકે છે. ગાજવીજ અને ભારે પવન સાથે ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા તો દ. ગુજરાતમાં ડાંગ, વલસાડ, નવસારી, તાપી અને દાહોદ તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર તેમજ કચ્છમાં પણ કમોસમી માવઠાની સંભાવના વ્યક્ત કરાઇ છે. જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
14થી 17 માર્ચ કમોસમી વરસાદ – અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 14થી 17 માર્ચ કમોસમી વરસાદ વરસી શકે છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત 25થી 28 માર્ચે ફરી કમોસમી વરસાદની સંભાવનાઓ છે. એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદની શક્યતાઓ છે. આ 3થી 8 એપ્રિલે વાતાવરણમાં પલટો આવશે. 14મી એપ્રિલે ફરી અષાઢી માહોલ જેમ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. સાથે જ આ દરમિયાન કરા પણ પડી શકે છે. માર્ચ મહિના દિવસો ખેડૂતો માટે સારા ગણાશે નહીં.

Previous Post

સીનિયર સિટીઝનને ફરી ટ્રેનના ભાડામાં મળી શકે છે છૂટછાટ

Next Post

ભોપાલ ગેસ દુર્ઘટના મામલે પીડિતોને વળતર વધારવાની માગ કરતી કેન્દ્રની અરજી પર આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો

aaspassdaily

aaspassdaily

Related News

વિરારની ઇમારત દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૫ થયો
તાજા સમાચાર

વિરારની ઇમારત દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૫ થયો

August 28, 2025
ભારત પોતાની નીતિ નહીં બદલે તો અમેરિકા કડક વલણ અપનાવશે
આંતરરાષ્ટ્રીય

ભારત પોતાની નીતિ નહીં બદલે તો અમેરિકા કડક વલણ અપનાવશે

August 28, 2025
આજની વૈશ્વિક વ્યવસ્થામાં, વેપાર, રોકાણ અને નાણાંકીય તેજીને હથિયાર બનાવવામાં આવ્યા
તાજા સમાચાર

આજની વૈશ્વિક વ્યવસ્થામાં, વેપાર, રોકાણ અને નાણાંકીય તેજીને હથિયાર બનાવવામાં આવ્યા

August 28, 2025
Next Post
ભોપાલ ગેસ દુર્ઘટના મામલે પીડિતોને વળતર વધારવાની માગ કરતી કેન્દ્રની અરજી પર આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો

ભોપાલ ગેસ દુર્ઘટના મામલે પીડિતોને વળતર વધારવાની માગ કરતી કેન્દ્રની અરજી પર આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો

ચીનના શિયાન શહેરમાં  ફરી લોકડાઉનની તૈયારી

ચીનના શિયાન શહેરમાં ફરી લોકડાઉનની તૈયારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.