ઑસ્કાર એવોર્ડ્સ 2023માં “નાટૂ-નાટૂ” ગીતે ઈતિહાસ રચ્યો છે. રાજામૌલીની ફિલ્મ RRRના આ શાનદાર સૉન્ગને પ્રેમ રક્ષિતે કોરિયોગ્રાફ કર્યો છે. “નાટૂ-નાટૂ” સૉન્ગનું મેકિંગ 20 દિવસમાં 43 ટેક્સમાં કમ્પ્લીટ થયું છે.
ઑસ્કારના સ્ટેજ પર “નાટૂ-નાટૂ”નું સ્પેશિયલ પર્ફોમન્સ પણ થયું હતુ, જેણે સૌ કોઈના દિલ જીતી લીધા હતા. RRR ફિલ્મના “નાટૂ-નાટૂ” સૉન્ગમાં રામચરણ અને જૂનિયર એનટીઆરનો અદ્દભૂત ડાન્સ જોવા મળ્યો હતો. આ બન્ને સ્ટાર્સના ફાસ્ટ ડાન્સિંગ મૂવ્સે સૌ કોઈને દિલ જીત્યા હતા.
“નાટૂ-નાટૂ” સૉન્ગને શૂટ કરવામાં કુલ 20 દિવસ થયા હતા. આ દરમિયાન 43 રીટેક્સમાં શૂટિંગ પૂર્ણ કરવામાં આવ્યું હતુ. આ 20 દિવસમાં રિહર્સલની સાથે-સાથે ગીતનું શૂટિંગ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું હતુ. જો કે આ ગીતને કોરિયોગ્રાફ કરવામાં પ્રેમ રક્ષિતને બે મહિનાનો સમય લાગ્યો હતો. જ્યારે પ્રથમ વખત રાજામૌલી કોરિયોગ્રાફર પ્રેમ પાસે ગીત લઈને ગયા હતા, ત્યારે પ્રેમ રક્ષિત ડરી ગયા હતા કારણ કે, બન્ને સુપરસ્ટાર્સને એકસાથે ડાન્સ કરાવવો ખૂબ મોટી વાત હતી.
“નાટૂ-નાટૂ” સૉન્ગા કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિતે જણાવ્યું કે, મેં આ ગીતને એક ચેલેન્જની જેમ સ્વીકાર્યું હતુ. મારે બન્ને કલાકારની એનર્જી એક સરખી જ દર્શાવવાની હતી. કોઈ એક સુપરસ્ટાર સાથે કામ કરવું સરળ હોય છે. દરેક સુપરસ્ટારની પોતાની આગવી સ્ટાઈલ હોય છે. એવામાં બેઅલગ- અલગ સ્ટાઈલને એક સાથે એક એનર્જીમાં ઢાળવું ખરેખર કપરું હતુ.
તમે પણ જોઈ શકો છે કે, જ્યારે બન્ને ચાલીને એકસાથે આવે છે, તો તેમની ચાલમાં પણ એવું પરફેક્શન જોવા મળવું જોઈતું હતુ. મેં બન્ને માટે 110 મૂવ્સ તૈયાર કર્યાં હતા. આ દરમિયાન હું જ્યારે પણ નર્વસ થઈ જઉ, તો રાજામૌલીને મળતો હતો. તેમનો મને ભરપુર સપોર્ટ મળતો હતો.