વિમેન્સ પ્રીમિયર લીગ 2023 ની 11મી મેચમાં, દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 6 વિકેટથી હરાવ્યું. બેંગ્લોરની આ હાર તેના માટે શરમજનક હતી. RCB મહિલા પ્રીમિયર લીગમાં સતત 5 મેચ હારનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ડી.વાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા 151 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં દિલ્હીએ છેલ્લી ઓવરમાં, 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.
મહિલા પ્રીમિયર લીગમાં RCBનું અત્યાર સુધીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. તેને તેની પ્રથમ મેચમાં દિલ્હીથી હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીએ આ મેચ 60 રને જીતી લીધી હતી. આ પછી તેને આગામી મેચમાં મુંબઈ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈએ આ મેચ 9 વિકેટે જીતી લીધી હતી. ગુજરાતે RCBને 11 રને હરાવ્યું. જ્યારે યુપી વોરિયર્સનો 10 વિકેટે પરાજય થયો હતો. દિલ્હી સામે તેને પાંચમી હાર મળી હતી. દિલ્હીએ શાનદાર પ્રદર્શન કર્યું અને મેચ 6 વિકેટે જીતી લીધી હતી.
સોમવારે રમાયેલી મેચમાં બેંગ્લોરે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા હતા. આ દરમિયાન એલિસ પેરીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 52 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 67 રન બનાવ્યા હતા. રિચા ઘોષે 37 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેણે 16 બોલનો સામનો કર્યો અને 3 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતાં.
આરસીબીએ આપેલા લક્ષ્યનો પીછો કરતા દિલ્હીએ 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. દિલ્હી માટે જેમિમાએ 28 બોલનો સામનો કર્યો અને 3 ચોગ્ગાની મદદથી 32 રન બનાવ્યા. મેરિજન કેપે 32 રન બનાવ્યા હતા. જોન્સને 29 રનની ઇનિંગ રમી હતી. એલિસ કેપ્સે 24 બોલમાં 38 રન બનાવ્યા હતા. આ રીતે ટીમે શાનદાર જીત નોંધાવી હતી. કરી હતી