શક્તિપીઠ અંબાજીમાં ચાર માર્ચથી મોહનથાળ બંધ કરી ચીકી આપવાની શરૂઆત થતા જ શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો, મંદિરના ભટ્ટજી, દાંતાના મહારાજથી લઈ વિપક્ષ કોંગ્રેસ પણ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. આ વિવાદ વચ્ચે ગાંધીનગર ખાતે અંબાજી મંદિરના વહીવટદારોને બોલાવીને સરકાર દ્વારા બેઠક કરવામાં આવી હતી. બેઠક બાદ સરકારે સરકારે બંનેને પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં મોહનથાળની ક્વોલિટી સુધારવામાં આવશે તેવું બેઠક બાદ નક્કી કરાયું છે.