અજય દેવગણ અને કાજોલનો પુત્ર યુગ મોટો થઈ ગયો, તેના પિતા જેવો જ દેખાય છે, ફોટો જોઈને લોકોએ કહ્યું- ‘આ બીજો સિંઘમ છે’
બોલિવૂડનો સિંઘમ અજય દેવગણ ફિલ્મોની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણો એક્ટિવ રહે છે. થોડા સમય પહેલા તેણે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાની અને પુત્ર યુગની એક તસવીર શેર કરી હતી, જેને દર્શકોએ પસંદ કરી હતી. આપણે બધા જાણીએ છીએ કે અજય તેના બંને બાળકોને ખૂબ પ્રેમ કરે છે. જ્યારે તેની પુત્રી ન્યાસા દેવગણ ઘણી વખત લાઇમલાઇટમાં રહે છે.. ત્યારે લોકો અજય અને કાજોલના પુત્ર યુગ દેવગનને ભાગ્યે જ જોતા હોય છે.
પિતા સાથેનો ફોટો વાયરલ થયો હતો
અજય દેવગણે સોશ્યિલ મીડિયા પર પુત્ર યુગ સાથેની એક ખૂબ જ સુંદર તસવીર શેર કરી અને તેને કેપ્શન આપ્યું – એકમાત્ર લડાઈ જે દરેક પિતા હારવા માંગે છે. તસવીરમાં તમે જોઈ શકો છો કે અજય અને યુગ લડી રહ્યાં છે. હવે અજયના ફેન્સ સોશિયલ મીડિયા પર આ તસવીર પર કોમેન્ટ્સ અને લાઈક્સનો વરસાદ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે યુગ હવે ઘણો મોટો થઈ ગયો છે. તેનો લુક પણ તેના પિતા એટલે કે અજય દેવગન જેવો છે.
અજય દેવગન અને યુગની આ સુંદર તસવીર પર કોમેન્ટ કરતાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું- ‘બોલીવુડ કા આને વાલા સુપરસ્ટાર બનેગા યે’. તો ત્યાં જ એક વ્યક્તિએ યુગને ‘સેકન્ડ સિંઘમ’ બનવાનું કહ્યું. તમને જણાવી દઈએ કે કાજોલે વર્ષ 2010માં પુત્ર યુગને જન્મ આપ્યો હતો. હવે તે 12 વર્ષનો છે. તસ્વીરમાં પિતા સાથે યુગનું બોન્ડીંગ સ્પષ્ટ દેખાય છે. બીજી તરફ અજયના વર્કફ્રન્ટની વાત કરીએ તો આગામી સમયમાં તે તબ્બુ સાથે ફરી એકવાર ફિલ્મ ‘ભોલા’માં જોવા મળશે. આ ફિલ્મ 30 માર્ચ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ભોલા પછી અજય દેવગન ‘સિંઘમ અગેન’, ‘ગોલમાલ 5’ અને ‘મેદાન’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.