જે સરકારી કર્મચારીનું વેતન દર મહિને 25 હજારથી વધુ છે તેમના પગારમાંથી દર મહિને રૂા.500 કાપી તે રકમ ગૌ સેવામાં વાપરવા મધ્યપ્રદેશનાં એક મંત્રીએ વિધાનસભા સૂચન રજુ કર્યુ છે.
મધ્યપ્રદેશ સરકારના મંત્રી હરદીપસિંહ ડંગ ગત રવિવારે રતલામ જિલ્લાના એક કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યુ હતું કે જે સરકારી કર્મચારીઓનો પગાર 25 હજારથી વધુ હોય તેવા કર્મચારીઓના પગારમાંથી દર મહિને રૂા.500 કાપી ગૌ સેવાના કાર્યોમાં વાપરવા સરકારને સૂચન કર્યુ હતું.
મંત્રી હરદીપસિંહ ડંગએ વિધાનસભામાં પણ ગાયોના રક્ષણ માટે મુદ્દો ઉઠાવી સરકારી કર્મીઓના વેતનમાંથી દર મહીને અંશદાન, ગાય પાળતા હોય તેવા ખેડુતોને જમીન લે-વેચનો અધિકાર આપવો, સરપંચ-સાંસદ સુધીની ચૂંટણીમાં જે ગાય પાળતા હોય તેવા ઉમેદવારને ટિકીટ આપવા મુદા રજુ કર્યા હતા. આમ ભાજપ મંત્રી ગાયોના રક્ષક માટે સુચનો અંગે ચર્ચામાં આવ્યા છે.






