કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પર શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, 16 માર્ચે દેશમાં કોરોના સંક્રમણના કુલ 754 કેસ નોંધાયા છે. આ સાથે, દેશમાં કોરોના સંક્રમણના સક્રિય કેસોની સંખ્યા 4,623 પર પહોંચી ગઈ છે. ગયા વર્ષે 12 નવેમ્બરે સૌથી વધુ 734 કોરોના સંક્રમણના કેસ નોંધાયા હતા.
આ રાજ્યોમાં એલર્ટ
કોવિડ-19ના સતત વધી રહેલા કેસોને કારણે કુલ 6 રાજ્યોમાં એલર્ટ જારી કરતી વખતે કોવિડની સ્થિતિ પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, ગુજરાત, કેરળ અને તમિલનાડુમાં કોરોના સંક્રમણના કેસોને ધ્યાનમાં રાખીને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સાથે જ બચાવ અને દેખરેખના સંદર્ભમાં પરિસ્થિતિ પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે.
કોરોના સંક્રમણના મામલામાં મહારાષ્ટ્ર હજુ પણ આગળ છે. કોરોનાની શરૂઆતથી લઈને અત્યાર સુધી કોવિડની જે લહેરો આવી છે, તમામમાં મહારાષ્ટ્ર કોરોના સંક્રમણના કેસોમાં સૌથી આગળ હતું. આ પછી દિલ્હી અને અન્ય રાજ્યોમાં કોરોના સંક્રમણના સૌથી વધુ કેસ નોંધાયા હતા.






