જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ ભગવાન રામને લઇને કહ્યું કે ભગવાન રામને અલ્લાહે મોકલ્યા છે. ભગવાન રામ માત્ર હિન્દુઓના ભગવાન નથી. તેવું તમારા મગજમાંથી કાઢી નાખો. ભગવાન રામ દરેકના છે, પછી તે મુસ્લિમ હોય કે ખ્રિસ્તી, અમેરિકન હોય કે રશિયન… તેઓ દરેકના છે.ઉધમપુરમાં એક રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું કે જે રીતે અલ્લાહ બધાના ભગવાન છે. રામના ઉપાસક બનીને તમારી સામે આવતા આ લોકો રામને વેચવા માંગે છે. તેઓ બેવકુફ લોકો છે. તેમને રામ પ્રત્યે પ્રેમ નથી, તેઓ માત્ર સરકારને પ્રેમ કરે છે.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ પણ ચૂંટણીની જાહેરાતને લઈને ભારતીય જનતા પાર્ટી પર હુમલો કર્યો હતો. “મને લાગે છે કે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીઓ જાહેર થશે, ત્યારે તેઓ સામાન્ય લોકોનું ધ્યાન ભટકાવવા માટે રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે. તેમણે કહ્યું કે રામ દરેકના છે. તેઓ રામને વેચવા માંગે છે પરંતુ તેઓ રામને પ્રેમ કરતા નથી. તેઓ કોઈપણ કિંમતે સત્તામાં રહેવા માંગે છે.