દેશમાં પ્રથમ વખત મહાત્મા ગાંધીજીની શૈક્ષણિક ડિગ્રીનો એક નવો વિવાદ છેડાયો છે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજયપાલ મનોજ સિન્હાએ ગ્વાલીયરમાં આઈટીએમ યુનિ.ના એક કાર્યક્રમને સંબોધન કરતા એવું વિધાન કર્યુ કે અનેક લોકોને અને ખાસ કરીને ભણેલા-ગણેલા લોકોને એવો ભ્રમ છે કે ગાંધીજીની પાસે લો ડીગ્રી હતી પણ હું અહી દર્શાવી રહ્યા છે કે ગાંધીજી પાસે કોઈ ડિગ્રી ન હતી. ગાંધીજીએ ફકત હાઈસ્કુલમાં ડિપ્લોમા કર્યો હતો.
આઈએમટી યુનિ.માં ડો. રામમનોહર લોહિયાની સ્મૃતિમાં એક પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં મનોજ સિન્હાએ આ પ્રકારના વિધાનો કર્યા હતા. જેમાં અહી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત હતા. તેઓએ પુસ્તકનું વિમોચન કર્યા બાદ મહાત્મા ગાંધી પર ગાંધીજીની ડિગ્રીનો વિવાદ છેડતા કહ્યું કે તમો મને પ્રશ્ન કરશો તો હું પૂરતા તથ્યો સાથે આ વાત કહી રહ્યા છે કે તેનો આધાર પણ મારી પાસે છે. જો કે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ આ અંગે ટવીટ કરીને વળતો જવાબ આપતા કહ્યું કે, ગાંધીજી પાસે લોની ડિગ્રી હતી પણ તેઓ જો ગવાર લોકોને ઉપરાજયપાલ બનાવી દો તો આ જ સ્થિતિ બનશે. તેઓએ કહ્યું કે, ગાંધીજી પાસે લો ડિગ્રી હતી પણ તેઓ પાસે ડબલ મેટ્રીકયુલેશનની ડિગ્રી હતી. તેઓએ કહ્યું કે ગાંધીજીએ ભણીને આ ડિગ્રી મેળવી હતી. તેઓએ લંડન યુનિ. સાથે સંકળાયેલી ઈનર ટેમ્પલ કોલેજમાંથી લો ડિગ્રી મેળવી હતી અને તેઓએ લેટીન અને ફ્રેન્ચમાં ડિપ્લોમા પણ કર્યો હતો. તેઓએ કહ્યું કે હું જમ્મુ-કાશ્મીર રાજભવને ગાંધીજીની આત્મકથા મોકલી અને આશા છે કે ઉપરાજયપાલ તે વાંચશે.
જો કે તેઓએ મનોજ સિન્હા પર વધુ કટાક્ષ કરતા કહ્યું કે હું તેની હિમ્મતને દાદ આપુ છું. તેઓએ નિર્ભય બનીને તેનું અજ્ઞાન પ્રદર્શિત કર્યુ છે. છતાં તેઓને જે ભૂમિકા સોપવામાં આવી છે તે વફાદારીપૂર્વક બજાવે છે. તેઓને ખબર છે કે તે જૂઠ બોલે ચ પણ છતા હિમતપૂર્વક બોલે છે અને તેમની પાસેથી આ આશા ન હતી છતાં હું મારી ફરજ બજાવીશ અને તેમને મહાત્મા ગાંધીની આત્મકથા મોકલીશ. તેણે કટાક્ષ કરતા કહ્યું કે એ વાસ્તવિકતા છે કે તેમની પાસે (ગાંધીજી) પોલીટીકલ ચાલનારી ‘ડીગ્રી’ન હતી.