ધોરણ 12નું સંસ્કૃતનું પેપર કોર્સ બહારનું પૂછાતા વિધાર્થી સહિત વાલીઓની ફરીયાદ ઉઠી હતી. ત્યારે બોર્ડ દ્વારા સંસ્કૃતનું પેપર ફરી લેવા મહત્વનો નિર્ણય લીધો છે. ચકાસણી દરમિયાન 90 ટકા કોર્સ બહારના પ્રશ્નો આવતા વિધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે હવે 29 માર્ચે ફરી સંસ્કૃતનું પેપર લેવામાં આવશે. જેનો સમય બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો રહેશે.
મહત્વનું છે કે, ધોરણ 12 સંસ્કૃતનું પેપર 20 માર્ચે યોજાયું હતું, જો કે પેપરમાં 90 ટકા કોર્સ બહારના પ્રશ્નો આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ઉપરાંત વિદ્યાર્થીઓ સહિત વાલીઓની પણ ફરિયાદ ઉઠી હતી, જ્યાર બાદ બોર્ડ દ્વારા પેપરની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન કોર્સ બહારનું પેપરમાં પૂછાયું હોવાનું સામે આવતા બોર્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આગામી 29 માર્ચે ફરીથી પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે. જેનો સમય બપોરે 3-6નો રહેશે. ઉલ્લેખનીય છે કે, ધોરણ 12 સંસ્કૃતમાં 530 જેટલા ઉેદવારોએ પરીક્ષા આપી હતી.