ઓટીટી પ્લેટફોર્મ પર વેબ સિરીઝ સૌથી વધુ જોવામાં આવતી હોય છે. લોકોને પસંદ આવતી કેટલીક વેબ સિરીઝના એક પછી એક પાર્ટ બની રહ્યા છે. ત્યારે શાહિદ કપૂરે પણ ફરઝીથી પોતાનું પદાર્પણ ઓટીટી ક્ષેત્રે કર્યું છે. શાહિદ કપૂરની વેબ સિરીઝ છવાઈ છે.
આ વર્ષની શરૂઆતમાં પ્રાઇમ વિડિયો પર રિલીઝ થયેલી ફરઝીમાં, કપૂરે સ્ટ્રીટ-સ્માર્ટ ક્રિમિનલની ભૂમિકા ભજવી હતી જ્યારે સેતુપતિ ટ્રિગર-હેપ્પી કોપની ભૂમિકામાં જોવા મળ્યો છે. બન્નેનો રોલ વધુ પસંદ કરવામાં આવી રહ્યો છે. ફરઝી આ અઠવાડિયે ભારતમાં સૌથી વધુ જોવાયેલી ઓરિજિનલ સબ્સ્ક્રિપ્શન વીડિયો ઓન ડિમાન્ડ શ્રેણીની યાદીમાં ટોચ પર છે.
37 મિલિયન દર્શકોએ જોઈ
મિર્ઝાપુરથી વધુ આ વેબ સિરીઝ જોવાઈ છે. શાહિદ કપૂર અને વિજય સેતુપતિની ઓટીટી ડેબ્યુ સિરીઝ ‘ફરઝી’ને સારો પ્રતિસાદ મળ્યો છે. તે જ સમયે, આ શ્રેણીએ એક નવો માઈલસ્ટોન હાંસલ કર્યો છે. અંદાજિત કુલ 37 મિલિયન દર્શકો સાથે, આ શ્રેણી અત્યાર સુધીની સૌથી વધુ જોવાયેલી ભારતીય વેબ સિરીઝ બની ગઈ છે.
તમામ વેબ સિરીઝને પાછળ મૂકી ફરઝી છવાઈ
ફરઝી આ અઠવાડિયે ભારતમાં સૌથી વધુ જોવાયેલી ઓરિજિનલ સબ્સ્ક્રિપ્શન વીડિયો ઓન ડિમાન્ડ શ્રેણીની યાદીમાં સ્થાન પામી છે અત્યાર સુધીની મોટાભાગની વેબ સિરીઝને પાછળ મૂકી દીધી છે. છેલ્લા કેટલાક સમયથી આવેલાટ બેલ સિરૂઝમાં અજય દેવગણની ડિઝની+ હોટસ્ટાર શ્રેણી રુદ્રા કે જે ને 35.2 મિલિયન દર્શકોએ જોઈ હતી. પંકજ ત્રિપાઠીની મિર્ઝાપુર સીઝન 2ને 32.5 મિલિયન દર્શકોએ જોઈએ છે. જીતેન્દ્ર કુમારની ‘પંચાયત 2’ 29.6 મિલિયન દર્શકોએ જોઈ. પંકજ ત્રિપાઠીની ડિઝની+ હોટસ્ટાર શ્રેણીને પણ પાછળ છોડી દીધી છે. ક્રિમિનલ જસ્ટિસને 29.1 મિલિયન દર્શકોએ જોઈ અને આદિત્ય રોય કપૂરની તાજેતરમાં રિલીઝ થયેલી થ્રિલર શ્રેણી ધ નાઇટ મેનેજરને 27.2 મિલિયન દર્શકોએ જોઈ છે.