Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બેટ દ્વારકા વિસ્તારોમાં ડીમોલેશન સાઈટનું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી

ગુજરાતના ૧૬૦૦ કી. મી. દરિયાઈ પટ્ટી પર ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં : દબાણ ડામવા ઝુંબેશ ચાલુ જ રહેશે : મુખ્યમંત્રી

cradmin by cradmin
2023-03-29 11:33:32
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના એવાં બેટ દ્વારકાની ગઈકાલે મુલાકાત લઇ તંત્ર દ્વારા થયેલી ગેરકાયદે દબાણ દૂર કરવા અંગેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ ગુજરાતના ૧૬૦૦ કિલોમીટરના દરિયા કાંઠા પર સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના અને એવા પોઇન્ટ અને તે વિસ્તારોમાં પોલીસ-રેવન્યુ ખાતાની કાર્યવાહીની સમીક્ષા પણ કરી હતી.
ઓખાથી બેટ દ્વારકા સુધીની દરિયાઈ સફર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ડ્રિમ પ્રોજેકટ સમા નિર્માણાધીન સિગ્નેચર બ્રિજના કામનું પણ નિરીક્ષણ તેમણે કર્યું હતું.સિગ્નેચર બ્રિજની કામગીરી સત્વરે પૂર્ણ કરાશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
આ અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સ્થાપેલા સુરક્ષા, શાંતિ, સલામતીના મજબૂત પાયાને વધુ સુદ્રઢ રાખવા રાજ્ય સરકાર મક્કમ છે. વિકાસ કામોને આડે આવતી ગેરકાયદે દબાણ સહિતની ગેરકાયદે પ્રવૃતિઓ આગળ વધતી અટકાવાશે અને કાયદાકીય રીતે સખ્તાઈથી દૂર કરવામાં આવશે. લોકોની સલામતી અને સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ છે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા ઝુંબેશ ચાલુ જ રહેશે તેમ જણાવ્યું હતું.


સરકારી યોજનાઓના લાભ વિના અવરોધે છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચે તે હેતુથી સરકાર દ્વારા આ પ્રકારની કામગીરી હાથ ધરાઈ રહી છે, તેમ તેમેણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં સ્પષ્ટ કહ્યું હતું કે, ગુજરાતના ૧૬૦૦ કી.મી. લાંબા દરિયાઇ પટ્ટા પર કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં. આ તમામ દરિયા કિનારાને સજ્જડ સુરક્ષિત કરવાનો નિર્ધાર છે.
આ મુલાકાત વેળાએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમુદ્ર તટીય વિસ્તારોની આંતરિક અને બાહ્ય સલામતી અને સુરક્ષા માટે આ કડક પગલાં લેવાઈ રહ્યા છે. ગેરકાયદેસર દબાણો પર લોકહિતમાં કાર્યવાહી કરવામાં આવી છે અને કડક પગલાં લેવામાં આવ્યા છે. દરિયાઈ પટ્ટી પર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં.
ધારાસભ્ય પબુભા માણેક, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યા, પોલીસ અધિક્ષક નીતીશકુમાર, જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી, મહામંત્રી યુવરાજસિંહ વાઢેર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Previous Post

ઉચ્ચ રાશિમાં સૂર્યનું સંક્રમણ આ લોકોનું ભાગ્ય ચમકાવશે, એક મહિના સુધી રૂપિયામાં રમશે આ લોકો

Next Post

ઈતિહાસમાં પ્રથમવાર અદાલતે ચેટજીપીટીથી મેળવી કાનુની સલાહ

cradmin

cradmin

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
ઈતિહાસમાં પ્રથમવાર અદાલતે ચેટજીપીટીથી મેળવી કાનુની સલાહ

ઈતિહાસમાં પ્રથમવાર અદાલતે ચેટજીપીટીથી મેળવી કાનુની સલાહ

ગુજરાત વિધાનસભાની યુ-ટ્યુબ ચેનલનો શુભારંભ

ગુજરાત વિધાનસભાની યુ-ટ્યુબ ચેનલનો શુભારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.