ભારતમાં અત્યાર સુધીનાં સૌથી મોટા ડેટા ચોરી કેસનો ખુલાસો થતા વિરોધ પક્ષ કોંગ્રેસે ટેકનોલોજી યુગમાં સાઈબર સુરક્ષા મુદ્દે સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટવીટ મારફત એવો સવાલ કર્યો હતો કે 67 કરોડ લોકોની ખાનગી માહિતી કેવી રીતે ચોરી થઈ ગઈ? સૈન્યના ડેટા પણ કોણે અને કેવી રીતે ચોરાયા? આ ભારતના લોકોની ગોપનીયતા તથા સુરક્ષા પર પ્રહાર છે તેનો સ્વીકાર ન થઈ શકે સરકાર આ મુદ્દે નિવેદન-ચોખવટ કરે.