આ મામલે ત્રણ બેંકો, એક સોશ્યલ મિડિયા કંપની તથા એક આઈટી સર્વીસ, સહીત 11 કંપની સંગઠનોને નોટીસ જારી કરીને પોલીસ દ્વારા તેડુ મોકલવામાં આવ્યું છે. આરોપી ફરીદાબાદથી વેબસાઈટ મારફત ઓપરેશન ચલાવતો હતો તેમના કબ્જામાંથી જપ્ત કરાયેલા મોબાઈલ તથા લેપટોપની ચકાસણી કરવામાં આવતા તેમાંથી કરોડો લોકોના અંગત માહીતી પર્સનલ ડેટા મળી આવ્યા હતા. સરકારી કર્મચારીઓ, પાનકાર્ડ ધારકો, ધો.9 થી 12 ના વિદ્યાર્થીઓ સીનીયર સીટીઝનો દિલ્હીના વિજ ગ્રાહકો, ડીમેટ ખાતાધારકો, નીટની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ, ધનકુબેરો, વિઝાધારકો, ક્રેડીટ કાર્ડ ધારકો, ડેબીટ કાર્ડ ધારકોના ડેટા તથા મોબાઈલ નંબર મળી આવ્યા હતા.
આ ઉપરાંત જીએસટી તથા આરટીઓ જેવા સરકારી વિભાગો તથા ઈ-કોમર્સ કંપનીઓ સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ તથા ફીનટેક કંપનીઓનાં ગ્રાહકોની અંગત માહિતી પણ હતી.