Tuesday, November 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આ જાણી ને ભૂલી જશો રિંકુ સિંહના 5 છગ્ગા, IPLમાં નહીં જોવા મળ્યું હોય ક્યારેય આવું પરાક્રમ

cradmin by cradmin
2023-04-10 10:01:03
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રિંકુ સિંહની આગેવાનીમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ગુજરાત ટાઇટન્સ સામે રોમાંચક જીત મેળવી હતી. તેણે 20મી ઓવરના છેલ્લા 5 બોલમાં 5 સિક્સર ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. આ પહેલા કોઈ આવું કરી શક્યું ન નથી. રિંકુએ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર યશ દયાલના બોલ પર આ કર્યું. IPL 2023માં KKRની આ સતત બીજી જીત છે. દિવસની બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 8 વિકેટે હરાવીને પ્રથમ જીત નોંધાવી હતી. રવિવારે 2 મેચમાં કુલ 7 હેટ્રિક જોવા મળી હતી. આવી સ્થિતિમાં તેને ઐતિહાસિક દિવસ કહી શકાય.

દિવસની પ્રથમ મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઇ હતી. ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરીને 4 વિકેટે 204 રન બનાવ્યા હતા. 13મી ઓવરમાં અભિનવ મનોહરે ઝડપી બોલર ઉમેશ સામે  હેટ્રિક ચોગ્ગા ફટકાર્યા હતા. આ પછી વિજય શંકરે ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરની 20મી ઓવરમાં સતત 3 સિક્સર ફટકારી હતી. તે અડધી સદી ફટકાર્યા બાદ અણનમ રહ્યો હતો. જેના કારણે ટીમ 200થી વધુ સ્કોર કરવામાં સફળ રહી હતી.

રાશિદ ખાને ચોથી હેટ્રિક લીધી

આ મેચમાં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ લેગ સ્પિનર ​​રાશિદ ખાન કરી રહ્યો હતો. તેણે 17મી ઓવરના પ્રથમ 3 બોલમાં 3 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. તે T20માં 4 હેટ્રિક લેનાર વિશ્વનો પ્રથમ બોલર છે. પહેલા તેણે આન્દ્રે રસેલને કેચ આઉટ કરાવ્યો. ત્યારબાદ સુનીલ નારાયણ પણ કેચ આઉટ થયો હતો. ત્રીજા બોલ પર રાશિદે શાર્દુલ ઠાકુરને એલબીડબ્લ્યુ આઉટ કરી હેટ્રિક પૂરી કરી હતી. આ પછી રિંકુએ સતત 5 સિક્સર ફટકારીને માત્ર હેટ્રિક જ નથી બનાવી પરંતુ પોતાની ટીમને ઐતિહાસિક જીત પણ અપાવી હતી.

રાહુલ ત્રિપાઠીએ આ કારનામું બે વખત કર્યું હતું

રવિવારે બીજી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી.પંજાબની ટીમ પહેલા રમતા 143 રન જ બનાવી શકી હતી. કેપ્ટન શિખર ધવન 99 રન બનાવીને અણનમ રહ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદની વાત કરીએ તો રાહુલ ત્રિપાઠી પણ 74 રન બનાવીને આઉટ થયો ન હતો. હૈદરાબાદની ઇનિંગ્સની 10મી ઓવર પર નજર કરીએ તો રાહુલે ડાબોડી સ્પિનર ​​હરપ્રીત બ્રારની ઓવરમાં સતત 3 ચોગ્ગા ફટકાર્યા હતા.

રાહુલ ત્રિપાઠી અહીં જ ન અટક્યો, તેણે 15મી ઓવરમાં મોહિત રાઠીની ઓવરમાં સતત 3 બાઉન્ડ્રી ફટકારી. જેમાં એક સિક્સર અને 2 ફોરનો સમાવેશ થાય છે. ત્યારબાદ 17મી ઓવરમાં હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરામે ઝડપી બોલર નાથન એલિસ સામે  સતત 3 ચોગ્ગા ફટકાર્યા હતા. તે 37 રન બનાવીને અણનમ રહ્યો હતો.

 

Previous Post

3 રાશિના લોકોનું ભાગ્ય ખુલશે, 5 દિવસ પછી બુધાદિત્ય યોગ તમને ધનવાન બનાવશે!

Next Post

IPL 2023: પોઈન્ટ ટેબલમાં KKRને ફાયદો, ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાતને ફટકો

cradmin

cradmin

Related News

ઓલા-ઉબેરની દાદાગીરી રોકવા મોદી સરકાર શરુ કરશે ભારત ટેક્સી’સર્વિસ
તાજા સમાચાર

ઓલા-ઉબેરની દાદાગીરી રોકવા મોદી સરકાર શરુ કરશે ભારત ટેક્સી’સર્વિસ

October 31, 2025
કોંગ્રેસના કારણે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું: મોદી
તાજા સમાચાર

કોંગ્રેસના કારણે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું: મોદી

October 31, 2025
ઐતિહાસિક જીત : ICC મહિલા વર્લ્ડકપ 2025ની સેમિ ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને હરાવી ફાઈનલમાં પ્રવેશી
તાજા સમાચાર

ઐતિહાસિક જીત : ICC મહિલા વર્લ્ડકપ 2025ની સેમિ ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને હરાવી ફાઈનલમાં પ્રવેશી

October 31, 2025
Next Post
IPL 2023: પોઈન્ટ ટેબલમાં KKRને ફાયદો, ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાતને ફટકો

IPL 2023: પોઈન્ટ ટેબલમાં KKRને ફાયદો, ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાતને ફટકો

પવન સાથે વરસાદે મચાવી ભારે તબાહી: 7નાં મોત, 33થી વધુ ઘાયલ

પવન સાથે વરસાદે મચાવી ભારે તબાહી: 7નાં મોત, 33થી વધુ ઘાયલ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.