આંધ્રપ્રદેશના આઠ મંડલ ભારે હીટવેવની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ લોકોને દિવસ દરમિયાન બહાર નીકળતી વખતે હાઇડ્રેટેડ રહેવા જણાવ્યું છે. બીજી તરફ, દિવસના તાપમાનમાં અચાનક થયેલા વધારાને જોતા ઓડિશા સરકારે 12મી એપ્રિલથી રાજ્યમાં ધોરણ 10 સુધીની તમામ શાળાઓને પાંચ દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરી છે.
દિવસના તાપમાનમાં અચાનક થયેલા વધારાને જોતા ઓડિશા સરકારે 12મી એપ્રિલથી રાજ્યમાં ધોરણ 10 સુધીની તમામ શાળાઓને પાંચ દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરી છે. પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો હતો . અનાકાપલ્લેના પાંચ મંડલ અને કાકીનાડા જિલ્લાના ત્રણ મંડલમાં ગંભીર ગરમીની સ્થિતિ પ્રવર્તી રહી છે. જ્યારે અલ્લુરી સીતારામ રાજુ, અનાકાપલ્લે, એલુરુ, કાકીનાડા, કૃષ્ણા, એનટીઆર, પલનાડુ અને વિઝિયાનગરમ જિલ્લામાં ગરમીની લહેર છે. કુર્નૂલમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અન્ય સ્ટેશનો પર મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું.





