Thursday, April 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કૌભાંડીઓએ ડમી ઉમેદવાર બેસાડવા માટે રૂ. ૫ થી ૧૦ લાખ વસુલ્યા

કૌભાંડીઓ હોશિયાર વિદ્યાર્થીઓ સાથે પરિચય કેળવી ડમી તરીકે પરીક્ષા અપાવતા હતા : ડમી ઉમેદવારને ૨૫ હજાર, હોલ ટીકીટ અને આધારકાર્ડમાં ચેડાં માટે રૂ.૧૦ હજારનું ચુકવણું થતું હતું

aaspassdaily by aaspassdaily
2023-04-15 13:51:19
in તાજા સમાચાર, ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર તા.૧૫

ભાવનગર પોલીસે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષા તેમજ સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી ઉમેદવારોને બેસાડવા માટેના ચાલતા કૌભાંડને ઉજાગર કરી આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સહિત ચાર શખ્સની ધરપકડ કરી આ કૌભાંડમાં પ્રાથમિક તપાસ દરમિયાન ખુલેલા ૩૬ શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.ભાવનગરમાં છેલ્લા દસ વર્ષ ઉપરાંતના સમયથી ચાલતા આ કૌભાંડમાં પરીક્ષામાં ડમી વિદ્યાર્થીને બેસાડવા માટે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર શરદ પનોત ઉમેદવાર પાસેથી રૂ. 5 લાખ થી લઈ રૂ.૧૦ થી ૧૨ લાખ જેટલી રકમ વસૂલતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.

 

પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડવાના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર શરદ પનોત હોશિયાર છોકરાઓ હોય તેમની સાથે યેનકેન પ્રકારે ઓળખાણ અને મિત્રતા કેળવી તેમના દ્વારા મૂળ પરિક્ષાર્થીના સ્થાને તેને બેસાડી પરીક્ષા આપાવતા હતા અને તેના બદલામાં ડમી ઉમેદવારને રૂ. ૨૫,૦૦૦ ચૂકવતા હોવાનું ખુલ્યું છે. પરીક્ષામાં ડમી વિદ્યાર્થીને બેસાડવા માટે મૂળ ઉમેદવારની હોલ ટિકિટ અને તેના આધાર કાર્ડના ફોટાની લેપટોપ મારફત બદલી કરી તેના સ્થાને ડમી ઉમેદવારના ફોટો મૂકીને આ સમગ્ર કૌભાંડ ચલાવાતું હોવાનું ખુલ્યું છે. આજ સુધીમાં ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નોકરી અંગેની સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડવા માટે ૭૦ થી ૮૦ જેટલા ઉમેદવારોની હોલ ટિકિટ અને આધારકાર્ડ સાથે ચેડા કરી ડમી ઉમેદવારો પાસે પરીક્ષા અપાવી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

હાલ તો પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત ૩૬ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ત્યારે આ કૌભાંડમાં હજુ અનેક લોકોની ખુલ્લે તેવી પૂરી શક્યતાઓ છે

ડમી ઉમેદવાર મારફત પરીક્ષા આપી સરકારી નોકરી મેળવનાર નીચે પણ રેલો આવશે

ભાવનગરમાં પરીક્ષામાં ડમી ઉમેદવારને બેસાડીને આચરવામાં આવતા કૌભાંડમાં પ્રાથમિક તબક્કે ૭૦ થી ૮૦ કિંસ્સામાં ડમી ઉમેદવારોએ પરીક્ષા આપી હોવાનું ખુલ્યું છે અને ડમી ઉમેદવારના માધ્યમથી પરીક્ષા પાસ કરીને કેટલાક લોકોએ સરકારી નોકરી પણ મેળવી લીધી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે, ત્યારે હવે ગેરરીતિ આચરીને પરીક્ષા પાસ કરી સરકારી બાબુ બની ગયેલા લોકો નીચે પણ રેલો આવે તેવી પૂરી શક્યતાઓ છે.

 

Previous Post

ડમી ઉમેદવાર કૌભાંડના સૂત્રધારોની ધરપકડ

Next Post

ડાયાબિટીસને કન્ટ્રોલ કરવા માગો છો? આજથી જ શરૂ કરો આ ફળના પાંદડાનું સેવન, શરીરને મળશે જબરદસ્ત લાભ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

પેટ્રોકેમિકલ્સ,પોલિમર્સ અને ઇન્ટરમીડિએટ્સ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી કામચલાઉ ધોરણે નાબૂદ

April 2, 2026
વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય બજારમાં ઘટાડો
તાજા સમાચાર

શેરબજાર અને વાયદા બજારમાં કડાકો

April 2, 2026
જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા
તાજા સમાચાર

નવસારી જિલ્લામાં વહેલી સવારે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

April 2, 2026
Next Post
ડાયાબિટીસને કન્ટ્રોલ કરવા માગો છો? આજથી જ શરૂ કરો આ ફળના પાંદડાનું સેવન, શરીરને મળશે જબરદસ્ત લાભ

ડાયાબિટીસને કન્ટ્રોલ કરવા માગો છો? આજથી જ શરૂ કરો આ ફળના પાંદડાનું સેવન, શરીરને મળશે જબરદસ્ત લાભ

આધાર કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ના કરતા, ઘરે બેસીને આવી રીતે કરો એપ્લાય? જાણો બધુ

આધાર કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ના કરતા, ઘરે બેસીને આવી રીતે કરો એપ્લાય? જાણો બધુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.


Warning: array_sum(): Addition is not supported on type string in /www/wwwroot/aaspassdaily.com/wp-content/plugins/jnews-social-share/class.jnews-social-background-process.php on line 112