અતીક-અશરફની હત્યા કરનાર ત્રણેય આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ત્રણેય અલગ-અલગ કેસમાં જેલવાસ ભોગવી ચૂક્યા હોવાનું બહાર આવ્યું છે. અધિકારીઓએ જ્યારે તેની પૂછપરછ કરી તો તેણે પહેલા અલગ-અલગ નિવેદનો આપ્યા, પરંતુ કડક પૂછપરછ દરમિયાન તેણે હત્યાની કહાની સંભળાવી. તેમણે કહ્યું કે, માફિયા અતીકના માત્ર પાકિસ્તાન અને તેની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ સાથે સંબંધ નથી. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથેનું કનેક્શન પણ બહાર આવ્યું હતું. અતીક ગેંગના લોકો સતત લોકોને હેરાન કરતા હતા અને તેમની હત્યા પણ કરતા હતા. જેના કારણે લોકો ડરી ગયા હતા.





