પ્રયાગરાજમાં માફિયા ડોન અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની શનિવારે રાત્રે હત્યા બાદ સમગ્ર ઉત્તર પ્રદેશ હવે અભેદ કિલ્લામાં ફેરવાઇ ગયું છે. વાત જાણે એમ છે કે, રાજધાની લખનઉમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા છે. આ સાથે જ 5 કાલિદાસ માર્ગ સ્થિત મુખ્યમંત્રી આવાસ પર કોઈપણ વ્યક્તિની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સીએમ યોગી આજે લખનૌમાં તેમના 5 કાલિદાસ માર્ગ પર જ હાજર રહેશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને ફિલ્ડમાં સતર્ક રહેવા અને હત્યા કેસમાં દર બે કલાકે રિપોર્ટ કરવા સૂચના આપી છે. તેમણે કહ્યું છે કે, રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે. રાજ્યના તમામ લોકો પણ આમાં સહકાર આપી રહ્યા છે. સામાન્ય જનતાને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેનું ધ્યાન રાખો.





