Sunday, April 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ડમીકાંડ : શિક્ષકપુત્ર વતી ધો.૧૨ માં ફિઝિક્સ વિષયની પરીક્ષા આપનાર શખ્સની ધરપકડ

ડમી ઉમેદવાર મારફત પરીક્ષા પાસ કરનાર શિક્ષક પુત્ર હાલ વિદેશમાં મેડીકલનો અભ્યાસ કરતો હોવાનું ખુલ્યું

cradmin by cradmin
2023-04-18 14:35:18
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર તા.૧૮

ભાવનગર પોલીસે પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડવાના કાંડમાં ડમી તરીકે ધોરણ ૧૨ બોર્ડમાં ફિઝિક્સ વિષયની પરીક્ષા આપનાર સરતાનપર ગામના શખ્સની ધરપકડ કરી છે.ડમી કાંડમાં આજ સુધીમાં કુલ ૭ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.પરીક્ષામાં ડમી ઉમેદવારને બેસાડનાર શિક્ષક પુત્ર દેવર્ષિ હાલ ફિલિપાઈન્સમાં મેડીકલનો અભ્યાસ કરી રહ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

ભાવનગર સહિત રાજ્યભરમાં ચકચાર જગાવનાર ડમીકાંડમાં જેમ જેમ પોલીસ તપાસ આગળ વધી રહી છે,તેમ તેમ અનેક નવા ફણગાઓ ફૂટી રહ્યા છે.ડમીકાંડમાં આજ સુધીમાં કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ આજે ધો. ૧૨ બોર્ડ વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સ વિષયની ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપનાર સરતાનપર ગામના મિલન ધુધાભાઈ બારૈયાની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ એ ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં શિક્ષક દશરથભાઈનો પુત્ર દેવર્ષિ,કે જે હાલમાં ફિલિપાઈન્સમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યો હોઈ, દેવર્ષીએ તેના શિક્ષક પિતા દશરથભાઈ મારફત ડમી કાંડના મુખ્ય આરોપી પ્રકાશ ઉર્ફે પી.કે. દવે ( રહે. પીપરલા ) નો સંપર્ક કર્યો હતો.પ્રકાશે આ કાંડના અન્ય મુખ્ય આરોપી શરદ ભાનુશંકર પનોતને કહીને મિલન ધુધાભાઈ બારૈયા ( રહે.સરતાનપર ) ફિઝિકસમાં હોશિયાર હોવાથી ડમી તરીકે પરીક્ષા આપવા તૈયાર કર્યો હતો.

મિલન મારફત ડમી તરીકે ફિઝિક્સ વિષયની પરીક્ષા પાસ કરી દેવર્ષિ હાલ ફિલિપાઈન્સમાં મેડીકલનો અભ્યાસ કરી રહ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.

સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આ ચકચારી કાંડમાં સામેલ અન્ય આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.દરમિયાન ગઈ કાલે સાંજે એસ.પી.ડો.રવીન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને બેઠલ મળી હતી,જેમાં તપાસ ઝડપી બનાવવા એસ.પી.એ સૂચના આપી હતી.

Previous Post

એલન મસ્ક લોન્ચ કરશે ટૂથ જીપીટી

Next Post

જાલીનોટ સાથે ઝડપાયેલા કાળીયાબીડના શખ્સને સાત વર્ષની કેદ

cradmin

cradmin

Related News

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ
તાજા સમાચાર

નાયબ મુખ્યમંત્રી – યુથ આઇકોન હર્ષ સંઘવી કાલે ભાવનગરમાં

February 13, 2026
તાજા સમાચાર

દંપતીને 15 વર્ષે સંતાન સુખ મળ્યું, 4 બાળકો જન્મ્યા પરંતુ કઠણાઇએ કેડો ન મુક્યો; આખરે સર ટી. હોસ્પિટલની ટીમ વ્હારે આવી

February 7, 2026
તાજા સમાચાર

ભાવનગરમાં આવી પડયો બે દિવસનો અણધાર્યો પાણી કાપ

February 4, 2026
Next Post
જાલીનોટ સાથે ઝડપાયેલા કાળીયાબીડના શખ્સને સાત વર્ષની કેદ

જાલીનોટ સાથે ઝડપાયેલા કાળીયાબીડના શખ્સને સાત વર્ષની કેદ

ખુશખબર / બજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રૂપના શેરમાં તેજી, આ સ્ટોકે રોકાણકારોને કર્યા માલામાલ

ખુશખબર / બજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રૂપના શેરમાં તેજી, આ સ્ટોકે રોકાણકારોને કર્યા માલામાલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.