ભાવનગર,તા.૧૮
ભાવનગરના બોરતળાવ કુમુદવાડી વિસ્તારમાંથી વર્ષ ૨૦૧૯માં રૂપીયા ૫૬૭૦૦ની જાલીનોટ સાથે પકડાયેલા શખ્સને ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે સાત વર્ષની કેદની સજા અને રૂપીયા ૨૦ હજારનો દંડ ફટકાર્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર એસઓજી શાખાએ ગત તા.૯-૭-૨૦૧૯ના રોજ બોરતળાવ, કુમુદવાડી વિસ્તારમાં આવેલ આશિષરત્ન કોમ્પ્લેક્ષમાં હુમા સેલ્શ એજન્જી નામની દુકાનમાં દરોડો પાડીને રૂપીયા ૧૦૦, ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ના દરની ભારતીય ચલણની ૫૬૭૦૦ની કિંમતની જાલીનોટ સાથે જિગ્નેશ વૃજલાલ રહે. બોરતળાવ રોડ કાળીયાબીડ અને વિપુલ લાલજીભાઈ સોલંકી રહે. હાદાનગર શિવશÂક્ત-૨ને ઝડપી લઈ બંન્ને વિરૂધ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયો હતો.
આ અંગેનો કેસ આજે ભાવનગરના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જ્જ એલ.એસ.પિરઝાદાની કોર્ટમાં ચાલી જતા મુખ્ય સરકારી વકિલ મનોજભાઈ જાશીની ધારદાર દલિલો અને આધાર પુરાવાને ધ્યાને લઈને આ કામના મુખ્ય આરોપી જિગ્નેશ વૃજલાલને આઈપીસી કલમ ૪૮૯ (સી), હેઠળ કસુરવાર ગણી સાત વર્ષની સખત સજા અને રૂપીયા ૨૦ હજારનો દંડ ફટકાર્યો હતો. આ કેસના અન્ય આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવા કોર્ટે હુકમ કર્યો હતો.




