TikTok સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે કીર્તિ પટેલ સામે કામરેજ પોલીસે ગુનો નોંધ્યો છે. વિગતો મુજબ કીર્તિ પટેલ સહિતના વ્યક્તિઓએ ગૌમાતાથી ભરેલી ટ્રક રોકી ડ્રાઈવરોને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે ડ્રાઇવરોને માર મારી જાહેરમાં બિભસ્ત વર્તન કરી ભયનો માહોલ ઊભો કર્યો હતો. જેને લઈ હવે પોલીસે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતનાં કામરેજ ટોલનાકા પાસે કીર્તિ પટેલ સહિતના શખ્સોએ પશુ ભરેલી આઈશર રોકી હતી. વિગતો મુજબ શૈલેષ મેર, દિનેશ દેસાઈ, મેહુલ આહીર તેમજ અન્ય ઈસમોએ આઈશર રોકી હતી. આ લોકોએ ગાયોને કતલખાને લઇ જવામા આવે છે તેવું કહી ગાડી રોકી ડ્રાઇવરોને માર મારી જાહેરમાં બિભસ્ત વર્તન કરી ભયનો માહોલ ઊભો કર્યો હતો.
કીર્તિ પટેલ સહિતના શખ્સોએ પશુ ભરેલી આઈશર રોકી ડ્રાઇવરોને માર માર્યો હતો. આ સાથે ડ્રાઈવરને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. જોકે બબાલના વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. મહત્વનું છે કે, વાયરલ થયેલ વીડિયોમાં મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જેને લઈ હવે કામરેજ પોલીસે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
2022ની 23 ડિસેમ્બરે કીર્તિ પટેલ અને તેના સાથીદારોની જૂનાગઢના ભેંસાણમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ધરપકડ કરવાની સાથે પોલીસે 2 કાર પણ જપ્ત કરી હતી.
2022નાં મે મહિનામાં વસ્ત્રાપુર પોલીસે કરી હતી ધરપકડ
વિવાદિત ટિકટોક ગર્લ કીર્તિ પટેલની વસ્ત્રાપુર પોલીસે ગત મે મહિનામાં ધરપકડ કરી હતી. થોડા સમય અગાઉ એસજી હાઈવે નજીક થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી સોશિયલ મીડિયામાં તેના વિશે બીભત્સ લખાણ અને ફોટા વાયરલ કરવા કરવા બદલ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જે ગુનામાં કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે ગુનો નોંધાતા તે પોતે પોલીસ સમક્ષ હાજર થઈ હતો અને ખોટો કેસ કર્યો હોવાનું રટણ કરી રહી હતી.