રાજ્ય સરકાર દ્વારા ખેડૂત કલ્યાણકારી યોજનાના અમલ માટે કૃષિ વિભાગના નવા વર્ગ-1 અને 3ની 1120 જગ્યાના મહેકમને મંજૂરી આપવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારનાં નિયમ મુજબ પ્રમોશનથી જગ્યા ભરવાની રહેશે, જ્યારે બાકી રહેતી જગ્યાઓ સીધી ભરતીથી કરવામાં આવશે. રાજ્યમાં સરકારી નોકરી મેળવવા માંગતા યુવાનો માટે આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. જેમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા રાજ્યમાં ખેડૂત કલ્યાણકારી યોજનાનો ઝડપથી અમલ થાય તે માટે કૃષિ વિભાગમાં નવા મહેકમની મંજૂરી આપવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા કૃષિ વિભાગમાં વર્ગ-1 અને 3 ની 1120 જગ્યાઓ ભરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારના નિયમ મુજબ જગ્યાઓ પ્રમોશનથી ભરવાની રહેશે. જ્યારે બાકીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવાની રહેશે. સરકાર દ્વારા નાયબ ખેતી નિયામક વર્ગ-1 ની 2 જગ્યા ભરવામાં આવશે. આ ઉપરાંત ખેત મદદનીશ વર્ગ-3 ની 825 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. જ્યારે જૂનિયર ક્લાર્ક વર્ગ-3ની 293 જગ્યાઓને મંજૂર કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.






