ખેડા જિલ્લાના વસો પંથકમાં ગતરોજ વિકૃત રીતે હત્યાને અંજામ અપાયો હતો. વસોના ટુંડેલ ગામની સીમમાંથી મસ્તક વગરના યુવાનનો મૃતદેહ ઝાડી જાખરમાથી મળી આવ્યો હતો. પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી મૃતક યુવાનનુ માથુ શોધવા મંથામણ કરી હતી. ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાના નેતૃત્વમાં 1 ડીવાયએસપી, 04 પીઆઇ, 08 પીએસઆઇ અને સરવેલન્સ ટીમ સહિત 50 જેટલા પોલીસ સ્ટાફને બનાવના લગભગ 12 કલાક બાદ આ યુવાનનુ માથું કબ્જે કરવામાં સફળતા મળી હતી. હત્યારાએ માથું કાપી પોતાના ઘર પાછળ આવેલ જમીનમાં દાટી દીધું હોવાનો ઘટસ્ફોટ થયો છે.
પોલીસે હત્યારાની ધરપકડ કરી પૂછપરછ કરતા PuBG ગેમથી મિત્ર થયેલા મિત્રની પત્ની સાથે આડા સંબંધ હોવાના લીધે હત્યારાએ પરેશની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા મુજબ આ શંભુ ઉર્ફે સચીન વિઠ્ઠલભાઈ ઠાકોર અને અન્ય 4 મૃતક પરેશ ગોહેલના સંપર્કમાં પબ્જી ગેમ મારફતે આજથી દોઢ વર્ષ અગાઉ આવ્યા હતા. મૃતક પરેશ ગોહેલને શંભુ ઉર્ફે સચિનના કોમન મિત્રની પત્ની સાથે અનૈતિક સંબંધ હતો. જે બાબતે ઝનુની શંભુ ઉર્ફે સચીન વિઠ્ઠલભાઈ ઠાકોરે તેને પતાવવાનો મનોમન નક્કી કરી લીધું હતું. જોકે અગાઉ આ બાબતે પણ ઠપકો આપ્યો હતો. પરંતુ શંભુ ઉર્ફે સચીનને હજી પણ આ સંબંધ પરેશે ચાલુ રાખ્યો હોવાનો શક રાખી તે મરણ જનાર ટુડેલ આવે તેની રાહ જોતો હતો.
આ દરમિયાન 3 દિવસ અગાઉ આ પરેશ ગોહેલ ટુંડેલ ધાર્મિક પ્રસંગમાં આવતાં શંભુ ઉર્ફે સચીન વિઠ્ઠલભાઈ ઠાકોરે પ્લાન ઘડ્યો હતો. બનાવના આગળની રાત્રે 8:30 વાગ્યાના સુમારે મરણ જનારના કોમન મિત્ર મહેન્દ્ર ઉર્ફે મોન્ટુએ મળવા માટે ઘટના સ્થળે બોલાવ્યો હતો. આ સમયે પરેશ બાઈક લઈને આવતા શંભુ ઉર્ફે સચીન વિઠ્ઠલભાઈ ઠાકોર સહિત 4 લોકો હાજર હતા. ઉપરોક્ત અનૈતિક સંબંધોનૈ લઈને વાત વણસતા જનુની મીજાજના શંભુ ઉર્ફે સચીન વિઠ્ઠલભાઈ ઠાકોરે બુટમા છુપાવેલુ ચપ્પા જેવુ ધારદાર હથિયાર વડે પરેશ ગોહેલનુ માથુ ધડથી અલગ કરી દીધું હતું.
આ બાદ આરોપી શંભુ ઉર્ફે સચીન વિઠ્ઠલભાઈ ઠાકોરે મરણ જનારની ટીશર્ટનો ઉપયોગ કરી માથાને ટીશર્ટમા પેક ઘરે લઈ ગયો હતો અને પોતાના મિત્રને બતાવવા તે આ રીતે લઈ ગયો હતો. બાદમાં શંભુ ઉર્ફે સચીને પોતાના ઘરે એક સ્ટીલના ડબ્બામાં મુકી ઘર પાછળ આવેલ જમીનમાં આશરે દોઢ ફુટ ઊંડો ખાડો ખોદીને દાટી દીધું હતું. તેમ પોલીસની પુછપરછમાં પકડાયેલા આરોપીએ જણાવ્યું છે.
હાલમાં પોલીસ દ્વારા વધુ 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જેમાં એક મુખ્ય આરોપીનો સગોભાઈ તો અન્ય એક મામાનો દીકરો અને બે મિત્રનો સમાવેશ થાય છે. જેમાં મુખ્ય આરોપીનો સગો ભાઈ પ્રવિણ ઉર્ફે પોપટ વિઠ્ઠલભાઈ ઠાકોર (ઉ.વ.28, રહે.ઉત્તરસંડા), મહેન્દ્ર ઉર્ફે મોન્ટુ દિનેશભાઇ ચૌહાણ (ઉ.વ.25, રહે.મિત્રાલ સીમ), અર્જુન રમેશભાઈ જાદવ (ઉ.વ.23, રહે.ચકલાસી) અને આશિષ મોહન ઠાકોર (રહે.મંજીપુરા, તા.ઠાસરા)નો સમાવેશ થાય છે.પોલીસે આ તમામ આરોપીઓને ઝડપી કોર્ટમાં રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરી હતી. જેમાં આરોપીઓના 28મી એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા.