નવી દિલ્હી
કોરોના કાળ બાદ વેપાર-ધંધા નોર્મલ બની જવા સાથે જીએસટીની વસુલાતમાં થઇ રહેલા નવા રેકોર્ડની સાથોસાથ જીએસટી ચોરી પકડવાનો પણ રેકોર્ડ થઇ રહ્યો છે ગત વર્ષમાં એક લાખ કરોડથી અધિકની જીએસટી ચોરી પકડવામાં આવી હતી હવે સરકારે આ એકશન વધુ વ્યાપક બનાવવાનો નિર્ણય લીધો છે અને તે માટે ડેટા એનાલીટીકસનો વધુ ઉપયોગ કરવામાં આવશે.
જીએસટી ચુકવણીમાં ચોરી થાય છે કે કેમ અને ખાસ કરીને સમગ્ર સપ્લાય ચેઇન ચુકવણી કરે છે કે તેમ તે ચકાસવા માટે તંત્ર દ્વારા ડેટા એનાીલીટીકસની મદદ લેવામાં આવી રહી છે. તાત્કાલીક અસરથી સરકાર દ્વારા એકશન શરૂ કરવામાં આવ્યા છે. એટલે ‘મીસીંગ લીંક’ તુર્ત જ પકડાઇ શકે,
જીએસટીના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે મીસીંગ લીંક ઓળખવા માટે એન્ડ ટુ એન્ડ એનાલીટીકસ અને ગેપ વિશ્લેષણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જીએસટી ચોરી રોકવા માટે વહેલી તકે અસરકારક એકશન લઇ શકાય અને નિયમોમાં પણ જરૂરી સુધારા વધારા કરી શકાય તેવો સરકારનો આશય છે.





