ફરી એકવાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે અને આ ધમકી રિહાન નામના વ્યક્તિએ ડાયલ 112ના વોટ્સએપ પર મેસેજ દ્વારા મોકલી હતી. જણાવી દઈએ કે રિહાને મેસેજમાં લખ્યું છે કે, ‘હું જલ્દી જ સીએમ યોગીને મારી નાખીશ’.
સીએમ યોગી આદિત્યનાથને મારી નાખવાની આ ધમકી 23 એપ્રિલની રાત્રે 8:22 વાગ્યે ડાયલ 112ના વોટ્સએપ ડેસ્ક પર મેસેજ મોકલીને આપવામાં આવી હતી. આ સાથે જ ધમકીભર્યો મેસેજ જોઈને ડાયલ 112એ સોમવારે સવારે પોલીસ સ્ટેશનમાં આ વિશે જાણ કરી હતી અને એ બાદ પોલીસે ધમકી અંગે એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી છે. આ સાથે જ યુપી એટીએસને પણ આ વિશે જાણ કરવામાં આવી હતી. ધમકી મોકલનાર વ્યક્તિની ઓળખ રિહાન તરીકે થઈ છે અને તેઓ વોટ્સએપ નંબર પરનો પ્રોફાઈલ ફોટો ઉર્દૂમાં છે. એવામાં હવે હાલ પોલીસ રીહાનનો મોબાઈલ નંબર સર્વેલન્સ પર મૂકીને તેને શોધી રહી છે.






