
ભાવનગર, તા.૨૭
ભાવનગરના લીલા ગ્રુપની હોટેલ એફ.સી. સરોવર પોર્ટિકો દ્વારા હોટેલના ‘સ્પાઇસ સ્ટોરી’ રેસ્ટોરન્ટ ખાતે ‘નુક્કડ ફુડ ફેસ્ટીવલ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવનગરના લીલા ગ્રુપની હોટેલ એફ.સી. સરોવર પોર્ટિકો દ્વારા ગયા વર્ષે ચાઇનીઝ ફુડ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યા બાદ આ વર્ષે ભાવનગરની સ્વાદપ્રિય જનતા માટે ‘નુક્કડ ફુડ ફેસ્ટીવલ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ફેસ્ટીવલમાં મોકટેલ, ફ્યુઝન ફુડ, નુક્કડ બાઇટ્સ, અવનવી વેરાયટીમાં પંજાબી, ચાઇનીઝ ફુડ, ફ્યુઝન પીત્ઝા, પાસ્તા સહિતની આઇટમોનો સ્વાદ માણવા મળશે. લીલા ગ્રુપના ચેરમેન શ્રી કોમલકાંત શર્મા તેમજ ડાયરેક્ટર શ્રીમતી પૂર્ણિમાબેન શર્માના હસ્તે દિપપ્રાગટ્ય કરીને ફેસ્ટીવલનો પ્રારંભ કરાયો હતો.

ફુડ ફેસ્ટીવલ અંગે એફ.સી. સરોવર પોર્ટિકો ખાતે યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં હોટેલના શેફ નરેન્દ્રભાઇ, ક્રિષ્ના મોહન તારા, પ્રકાશભાઇ તિવારી, મુકેશભાઇ અને આનંદભાઇ ઉપસ્થિત રહ્યા હતા અને ફુડ ફેસ્ટીવલ અંગે માહિતી આપી હતી. ભાવનગરની સ્વાદપ્રિય જનતાને આ ફુડ ફેસ્ટીવલનો લાભ લેવા અનુરોધ કરાયો છે.



