વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 10 સુધી કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે સતત આ રાજયના પ્રવાસે જશે અને તેમાં તા.29ના વડાપ્રધાનનો બેંગ્લોરમાં જબ્બર રોડ-શો યોજાશે જો કે હાલના શેડયુલ મુજબ વડાપ્રધાન તા. 28 ઉપરાંત તા.29 અને બાદમાં 3, 4, 5 અને 7 મેના કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કરશે અને તા.29ના મોદીનો રોડ-શો સમગ્ર રાજયમાં લાઇવ પ્રસારણ કરવા ભાજપે તૈયારી કરી છે અને તે માટે જબરા એલઇડી સ્ક્રીન ગોઠવાશે.
વડાપ્રધાન 6 દિવસમાં 20 થી 25 રેલીને સંબોધવા માટે આયોજન કરશે. તા. 29ના રોજ સાંજે 6.15 મીનીટે મોદીનો રોડ-શો શરૂ થશે અને તે એક કલાક સુધી ચાલશે તેવા સંકેત છે. જયારે વડાપ્રધાન કોલારમાં તા.30 એપ્રિલના રોજ ચાર અલગ અલગ સભાઓને સંબોધશે. આ ઉપરાંત વિજયવાડા સહિતના વિસ્તારોને આવરી લેવાયા છે. અને તા. 6ના રોજ બેંગ્લોર (સાઉથ)માં વધુ એક રોડ-શો યોજાશે.






