ભગવાન બદ્રીનાથના કપાટ ખુલ્યા બાદ ધામમાં એક ‘ચમત્કાર’ થયો છે જેને તીર્થ પુરોહિત દેશ માટે શુભ સંકેત માનવામાં આવે છે. બરફના ફુવારા અને પુષ્પવર્ષાની વચ્ચે ગુરૂવારે સવારે 7.10 મિનિટ પર વૃષ લગ્નમાં બદરીનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા.
વૈદિક મંત્રોચારણ અને જય બદરીનાથના નારા સાથે કપાટ ખુલ્યા. પરંતુ કપાટ ખુલ્યા બાદ એક એવી વાત થઈ જે કોઈ ચમત્કારથી કમ નથી. કપાટ ખુલ્યા બાદ જ્યારે જોવામાં આવ્યું તો ભગવાન બદરીનાથને ઓઢાવવામાં આવેલા ધૃત ઘાબળા પર આ વખતે પણ ઘી તાજુ મળ્યું.
બદરીનાથના ધર્માધિકારી રાધાકૃષ્ણ થપલિયાલે જણાવ્યું કે ધાબળા પર ઘી તાજુ મળવાનો અભિપ્રાય એ છે કે દેશમાં ખુશીઓ રહેશે. ગયા વર્ષે પણ ધાબળા પર લગાવેલું ઘી તાજુ હતું. બહાર આટલો બરફ હોવા છતાં ઠંડી હોવા છતાં પણ જો ઘી સુકાતુ નથી તો આ કોઈ ચમત્કારથી કમ નથી. ધાર્મિક પરંપરાઓ અનુસાર, કપાટ બંધ થવા પર ભગવાન બદરીનાથને ઘીમાં લપેટીને ધાબળો ઓઢાવવામાં આવે છે.
આ ધાબળો ખાસ રીતે માણા ગામની મહિલાઓની તરફથી તૈયાર કરવામાં આવે છે. કન્યાઓ અને સુહાગણ આ ધાબળાને એક દિવસમાં તૈયાર કરે છે. જે દિવસે આ ધાબળો તૈયાર થઈ જાય છે તે દિવસ કન્યાઓ અને મહિલાઓ ઉપવાસ કરે છે. તે ઘીમાં ડબોળેલો ધાબળો ભગવાન બદ્રીનાથને ઓઢાવવામાં આવે છે. શિયાળા બાદ જ્યારે ધાબળો ઓઢાવવામાં આવે છે તો સૌથી પહેલા ઘીમાં લપેટેલા આ ધાબળાને હટાવવામાં આવે છે. જો ધાબળાનું ઘી વધારે સુકાયેલું નથી તો તે વર્ષે દેશમાં ખુશી રહે છે. જો ધાબળાનું ઘી સુકાઈ ગયું કે ઓછુ થઈ ગયું તો તે વર્ષે દેશમાં દુષ્કાળ કે વધારે વરસાદની આશંકા રહે છે.





