સિંઘમ ફિલ્મમાં ફરી એકવાર કરીના કપૂર અજય દેવગણ સાથે જોવા મળશે. સિંઘમની નવી ફ્રેન્ચાઈઝી ફિલ્મમાં કરીના મુખ્ય ભૂમિકા ભજવશે. જો કે, અત્યારે એ સ્પષ્ટ નથી કે તે અવની કામત તરીકે જોવા મળશે કે અલગ પાત્ર ભજવતી જોવા મળશે. ફિલ્મમાં બેબોના પાત્રને લગતી વિગતો ગુપ્ત રાખવામાં આવી છે. મેકર્સ આ વર્ષના અંત સુધીમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે.
કરીના કપૂર 2014માં આવેલી ફિલ્મ સિંઘમ રિટર્ન્સમાં અજય દેવગન સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી. હવે એવા સમાચાર છે કે તે ટૂંક સમયમાં તેની ફ્રેન્ચાઈઝીમાં કમબેક કરવા જઈ રહી છે. સમાચાર અનુસાર, મેકર્સે આ સિરીઝના ત્રીજા ભાગ માટે કરીના કપૂર ખાન સાથે વાત કરી છે.
જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ ફિલ્મ ‘સિંઘમ અગેન’માં પણ જોવા મળશે. રોહિત શેટ્ટીએ ડિસેમ્બર 2022 માં પુષ્ટિ કરી હતી કે તે સિંઘમ ફ્રેન્ચાઇઝીની આગામી ફિલ્મમાં લેડી સિંઘમ તરીકે દીપિકા પાદુકોણને કાસ્ટ કરવામાં આવી છે. આગામી ફિલ્મમાં દીપિકા પાદુકોણ લેડી સિંઘમ તરીકે જોવા મળશે. સિંઘમ અગેઇનમાં તે લેડી કોપનો રોલ કરશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, સિંઘમની નવી ફ્રેન્ચાઈઝીમાં અજય દેવગન, કરીના કપૂર અને દીપિકા પાદુકોણ જેવા મજબૂત સ્ટાર્સ મોટા પડદા પર સાથે જોવા મળશે. જણાવી દઈએ કે રોહિત શેટ્ટીએ આ સફળ કોપ યુનિવર્સની પહેલી ફિલ્મ સિંઘમ વર્ષ 2011માં બનાવી હતી. આ પછી 2014માં સિંઘમ રિટર્ન્સ આવી.





