પોનીયિન સેલ્વન 2 શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. મણિરત્નમ દ્વારા નિર્દેશિત પોનીયિન સેલવાન 2ને પહેલા દિવસે જ દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. આ સાથે, તેના પહેલા ભાગની જેમ, ‘PS 2’ એ પણ ભારતીય બોક્સ ઓફિસ પર ખૂબ જ જોરદાર ઓપનિંગ કરી અને ઘણી કમાણી કરી. ત્યારે વીકેન્ડમાં વધુ કમાણી કરી પણ શકે છે.
તમિલ સિનેમાના ઈતિહાસની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક ‘PS 1’ની જેમ હવે PS 2 પણ નવા રેકોર્ડ બનાવતી જોવા મળી રહી છે. એટલું જ નહીં, PS2એ સલમાન ખાન સ્ટારર ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન ને પણ માત આપી છે.
પોનીયિન સેલવાન 2ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે જ સમયે, ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ થિયેટરોમાં ધસારો જોવા મળ્યો હતો, પરિણામે, ફિલ્મે તેના પહેલા જ દિવસે સારું કલેક્શન કર્યું હતું. કમાણીના આંકડાઓ વિશે વાત કરીએ તો, પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, ‘પોનીયિન સેલવાન 2’ એ તેના શરૂઆતના દિવસે 32 કરોડનું ભવ્ય કલેક્શન કર્યું છે.
તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દીમાં બિગ બજેટ અને મલ્ટી સ્ટારર ફિલ્મ પોનીયિન સેલવન 2 રિલીઝ થઈ છે. ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો તેમાં ચિયાન વિક્રમ, ઐશ્વર્યા રાય, કાર્તિ, ત્રિશા, જયમ રવિ, ઐશ્વર્યા લક્ષ્મી અને શોભિતા ધુલીપાલા ઉપરાંત આર સરથકુમાર, પ્રભુ, વિક્રમ પ્રભુ, જયરામ, પ્રકાશ રાજ, પાર્થિબાન, રહેમાન, લાલ, ઐશ્વર્યા વગેરેનો સમાવેશ થાય છે. જયચિત્રા અને નાસાર સહિત ઘણા કલાકારો છે.






