વૈશાખ એટલે ઉનાળાનો ખરો તપતો મહિનો પરંતુ કુદરત કંઈક જુદું જ કરવા માગતી હોય તેમ આજે શનિવારે બપોરથી જ વૈશાખમાં જ અષાઢ શરૂ થઈ ગયો છે.



શહેરમાં તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે આ ઉપરાંત ચોમાસાની જેમ જ કુંભારવાડા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.




માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લા પડેલા કપાસ અને અનાજ પલળી જતા ભારે નુકસાન થયું છે આ ઉપરાંત મસાલાની સિઝન ચાલુ હોય ખુલ્લામાં વેચાતા મરચા સહિતના મસાલાઓ પણ પલળી જતા વેપારીઓ ભારે પરેશાન થઈ ગયા છે.
તસવીરો મૌલિક સોની





