કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીની તબિયત લથડી છે. છાતીમાં દુ:ખાવો થવાની ફરિયાદ બાદ તેમને દિલ્હી-AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રેડ્ડીને રાત્રે 11 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને કાર્ડિયાક કેર યુનિટમાં સારવાર આપવામાં આવી રહી છે.
કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીના સ્વાસ્થ્યને લગતી વધુ માહિતી સામે આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હોસ્પિટલ ટૂંક સમયમાં તેમના સ્વાસ્થ્ય અપડેટ જાહેર કરી શકે છે. તાજેતરમાં રેડ્ડી સમાચારમાં હતા કારણ કે તેમણે સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન પર ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. તેમણે આ ટ્રેનને યાત્રાળુઓ માટે એક મોટી તક ગણાવી હતી.



