Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દુબઈથી 7 કિલો સોનું શરીરમાં છૂપાવીને લાવ્યા: 4 પકડાઈ ગયા

બાતમી આધારે વોચ ગોઠવી કારને રોકીને તપાસ કરતા સફળતા મળી

aaspassdaily by aaspassdaily
2023-05-01 10:21:36
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દુબઈથી લાવવામાં આવેલું રૂપિયા 4 કરોડથી વધુની કિંમતનુ 7.158 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. સુરત સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ગ્રુપની ટીમે સોનાની સાથે સાથે 4 ઇસમોને પણ ઝડપી પાડ્યા છે. સુરત પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે તેમની તપાસ દરમિયાન આંતરાષ્ટ્રીય દાણચોરીનો પર્દાફાશ થઈ શકે છે. આરોપીઓ સોનું કઈ રીતે દુબઈથી સુરત લાવ્યા હતા અને પકડાયા નહીં તેનો પણ મોટો ભેદ ખુલ્યો છે.
સુરત એરપોર્ટ પર આવતી ઈન્ટરનેશનલ ફ્લાઈટની સાથે ગેરકાયદેસર રીતે કરવામાં આવતી હેરાફેરીના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. જેમાં આ વખતે સોનાની ગેરકાયદેસર હેરાફેરીનો ભેદ ખુલ્યો છે. આ મામલે સુરત પોલીસે કરોડો રૂપિયા સોના સાથે 4 આરોપીઓને ઝડપી પાડયા છે. SOGની ટીમને એક ટોળકી વિશે માહિતી મળી કે ટોળકી દ્વારા ઈમિગ્રેશનમાં પકડાવાય નહીં તે રીતે સોનું લાવવામાં આવતું હતું.
આ ટોળકી તેના કેરિયરોને દુબઈ ખાતે મોકલી ત્યાંના વેપારીઓ પાસેથી સોનાની પેસ્ટ મેળવીને સોનુ એરપોર્ટ ઉપર ઈમિગ્રેશન સિક્યુરીટી ચેકીંગમાં પકડાય નહીં તે રીતે લાવતા હતા. આરોપીઓ સોનામાં કેમિકલ ભેળવીને સોનુ આંતરવસ્ત્રોમાં છૂપાવીને દુબઈથી લાવતા હતા. પોલીસને માહિતી મળી હતી કે, સોનાને દુબઈથી સુરત લાવવા માટે આ ટોળકીના બે સભ્યો દુબઈ ગેરકાયદેસર રીતે સોનું લવાયું છે. આ ટોળકી કારમાં ડુમ્મસ એસકે નગર ચોકડી પાસેથી પસાર થવાની છે. આ બાતમી આધારે મોડી રાત્રીના વોચ ગોઠવી રોડ ઉપરથી પસાર થતી કારને રોકીને તપાસ કરતા મોટી સફળતા મળી છે.
આ કેસમાં આરોપી ફેનીલ રાજેશભાઇ માવાણી, નિરવ રમણીકભાઇ ડાવરીયા, ઉમેશ ઉર્ફે લાખો રમેશભાઈ ભીખરીયા અને સાવન શાંતીલાલ રાખોલીયાની ધરપકડ કરી લેવામાં આવી હતી. પકડાયેલા શખ્સોની ઝડતી લેતા બે આરોપીઓ પાસેથી તેમના આંતરવસ્ત્રો તથા બૂટમાં છૂપાવીને દુબઈથી લવાયેલું સોનું મળી આવ્યું હતું. આરોપીઓએ સોનાની પેસ્ટ લાવ્યા હતા તેનું વજન 7.158 કિલોગ્રામ છે અને તેની કિંમત 4 કરોડથી વધારે થાય છે. સુરત પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું છે કે પોલીસને દાણચોરી કરીને લવાતું સોનું પકડી પાડવામાં સફળતા મળી છે.
પકડાયેલા અરોપીઓ એરપોર્ટ ઉપર ઈમિગ્રેશન સિક્યોરિટીમાં પકડાઈ ન જાય તે માટે સોનાને પંચમ પાવડર સ્વરૂપમાં બનાવી તેમા કેમિકલ ભેળવીને લુગદી સ્વરૂપમાં નાના-નાના પાઉચમાં ભરીને તેના પર સેલોટેપ વીંટાળીને અન્ડરવિયરમાં મૂકીને લાવતા હતા. આ સિવાય આરોપીઓ બૂટના તળિયામાં સોનું મૂકીને ફ્લાઈટમાં બેસી સુરત એરપોર્ટ આવીને ઈમિગ્રેશન સિક્યોરિટીમાંથી એનકેન રીતે છટકી ગયા હતા. કસ્ટમ વિભાગમાં એક્સાઈઝ ડ્યુટી ન ભરીને સરકારને આર્થિક નુકસાન પહોંચાડવાનો ગુનો નોંધાયો છે, હાલ સુરત પોલીસ આરોપીઓના રિમાન્ડ મેળવણીને તજવીજ હાથ ધરી રહી છે.

Previous Post

અપશુકનિયાળ માની દોઢ વર્ષની બાળકીને માતા-પિતાએ હત્યા કરી

Next Post

અંબાજી મંદિરમાં હવેથી લગ્નની કંકોત્રી આપનાર નવદંપતીને મળશે ખાસ ભેટ

aaspassdaily

aaspassdaily

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post
અંબાજી મંદિરમાં હવેથી લગ્નની કંકોત્રી આપનાર નવદંપતીને મળશે ખાસ ભેટ

અંબાજી મંદિરમાં હવેથી લગ્નની કંકોત્રી આપનાર નવદંપતીને મળશે ખાસ ભેટ

આઈપીએલ – ચારેય ટીમે બનાવ્યો 200+ સ્કોર

આઈપીએલ - ચારેય ટીમે બનાવ્યો 200+ સ્કોર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.