Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અંબાજી મંદિરમાં હવેથી લગ્નની કંકોત્રી આપનાર નવદંપતીને મળશે ખાસ ભેટ

નવદંપતીને માના આશીર્વાદ રૂપે કીટ આપવામાં આવશે

aaspassdaily by aaspassdaily
2023-05-01 10:22:18
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

યાત્રાધામ અંબાજી ખાતે વર્ષે સવા કરોડથી વધુ માઇ ભક્તો દર્શનાર્થે પધારે છે. અંબાજી ખાતેની સુખ સુવિધાઓમાં વધારો થતાં યાત્રાળુઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થતો રહે છે. માના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ પોતાના ઘરે કોઈ શુભ પ્રસંગ કે લગ્ન પ્રસંગ હોય તો માતાજીને પોતાના પ્રસંગમાં આમંત્રણ આપવા કંકોત્રી માતાજીના ભંડારમાં પધરાવે છે. શ્રદ્ધાળુઓ ભક્તિભાવ પૂર્વક મા જગદંબાના ચરણોમાં પોતાના ઘરના શુભ પ્રસંગોએ મા જગદંબાને આમંત્રિત કરે છે.
માતાજીને અર્પણ કરાયેલી લગ્ન પત્રિકાને ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિર પાછળ ટેમ્પલ ઇન્સ્પેક્ટર કચેરી ખાતે રૂબરૂમાં સ્વીકારવામાં આવશે. રૂબરૂમાં આપેલી કંકોત્રીની અંબાજી મંદિર ખાતે નોંધણી કરવામાં આવશે. મા જગદંબાના શુભાશિષ રૂપે અંબાજી ટ્રસ્ટ દ્વારા માતાજીના આશીર્વાદ યાત્રાળુઓને પ્રાપ્ત થાય તે હેતુથી શુભેચ્છા કીટ આપવામાં આવશે.
આ કીટમાં નવદંપતીને આશીર્વાદ રૂપ માતાજીને ચડાવેલ કંકુ, રક્ષા પોટલી, પ્રસાદ, માતાજીનું સ્મૃતિચિન્હનો સમાવેશ કરવામાં આવશે. જગતજનની મા જગદંબા શ્રદ્ધાળુઓના માંગલિક શુભ પ્રસંગે સુખ-સમૃદ્ધિ અને ઐશ્વર્ય અર્પે તેવી અભ્યર્થના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પાઠવવામાં આવશે. આ શુભેચ્છા કીટ માતાજીના આશીર્વાદ રૂપે તા. 01/05/2023થી માઈ ભક્તોને ઉપલબ્ધ થશે. એમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદીમાં જણાવ્યું છે.

Previous Post

દુબઈથી 7 કિલો સોનું શરીરમાં છૂપાવીને લાવ્યા: 4 પકડાઈ ગયા

Next Post

આઈપીએલ – ચારેય ટીમે બનાવ્યો 200+ સ્કોર

aaspassdaily

aaspassdaily

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post
આઈપીએલ – ચારેય ટીમે બનાવ્યો 200+ સ્કોર

આઈપીએલ - ચારેય ટીમે બનાવ્યો 200+ સ્કોર

મૈસૂરમાં નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન મહિલાએ ફૂલોની સાથે મોબાઈલ પણ ફેંકી દીધો

મૈસૂરમાં નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન મહિલાએ ફૂલોની સાથે મોબાઈલ પણ ફેંકી દીધો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.